*સિહોર શહેર કોંગ્રેસ દ્વારા શ્રાવણ માસ દરમિયાન કતલખાનાં બંધ રાખવા અંગે સિહોર પોલીસ મથકમાં રજૂઆત કરવામાં આવી
શ્રાવણ માસ દરમિયાન સિહોરના પ્રખ્યાત નવનાથ મહાદેવ અને ગૌત્મેશ્વર મહાદેવ તેમજ અન્ય મંદિરો ખાતે વિવિધ તહેવારો દરમિયાન જીલ્લા તેમજ રાજ્યભરમાંથી અનેક દર્શનાર્થીઓ આવતા હોય છે ત્યારે આ તહેવારોનો મહિના શ્રાવણ માસમાં સિહોરના કતલખાનાં બંધ રાખવા માટે આજરોજ સિહોર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સિહોર પોલીસ મથકના પી.આઇ સાહેબના પ્રતિનિધિને આવેદન પત્ર આપીને કતલખાનાં બંધ રાખવા માટે રજૂઆત કરી હતી. આ તકે સિહોર શહેર કોંગ્રેસ પ્રમુખ જયદીપસિંહ ગોહિલ,ધીરુભાઈ ચૌહાણ,કેતનભાઈ જાની,યુવરાજ રાવ,ધવલ પલાનીયા ,દેવ મકવાણા, કિરીટસિંહ મોરી, વિપુલભાઈ ત્રિવેદી, ડી પી રાઠોડ,પી ટી સોલંકી, રાજુભાઈ ગોહિલ, માનસંગ ડોડીયા,મગનભાઈ વગેરે કાર્યકરો જોડાયા હતા...રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.