વીંછિયામાં નશાકારક સિરપ સાથે વેપારી સહિત બે શખ્સો ઝડપાયા
(હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ)
વિંછીયામાં રાજકોટ ગ્રામ્ય એસઓજીએ દરોડો પાડી રૂા.11,850ની કિંમતની 79 બોટલ નશાકારક શીરપ સાથે વેપારીની ધરપકડ કરી હતી જેની પુછપરછમાં કોટડા ગામના શખ્સે આ શીરપનો જથ્થો આપ્યો હોવાનું ખુલતાં તેની ધરપકડ કરાઈ હતી પુછપરછમાં આ જથ્થો સુરેન્દ્રનગર સપ્લાયરે મોકલ્યો હોવાનું ખુલ્યું છે જેની ધરપકડ માટે એસઓજીએ તપાસ શરૂ કરી છે ગ્રામ્ય એસઓજીની ટીમે વિંછીયાના સુર્યદીપ પેટ્રોલ પંપ પાસે આવેલ પ્રિયાંસી પાન અને કોલ્ડ્રીંકસ નામની દુકાને દરોડો પાડયો હતો જ્યાંથી પાળીયાદ રોડ પર રહેતા દુકાનના માલિક ભરત શામજી રાજપરાની ધરપકડ કરી હતી દુકાનમાંથી 79 બોટલ નશાકારક શીરપ મળી આવ્યું હતું આ અંગે ભરતની પુછપરછ કરતાં શિરપનો જથ્થો કોટડા ગામના અમીરાજે આપ્યો હોવાનું ખુલતાં પોલીસે અમીરાજને પણ ઝડપી લીધો હતો જેની પુછપરછ કરવામાં આવતાં આ જથ્થો સુરેન્દ્રનગરના દાળમિલ રોડ ઉપર સાગર કચોરી નામની દુકાન ચલાવતાં દિગ્વીજયસિંહ રાણા નામના શખ્સે સપ્લાય કર્યાનું ખુલ્યું હતું હાલ એસઓજીએ આ મામલે શીરપના જથ્થાને ફોરેન્સીકમાં મોકલ્યો છે જેનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે એફએસએલ કચેરી દ્વારા રાજકોટ દ્વારા પૃથ્થકરણ કરી આ શિરપના જથ્થામાં નશાનું પ્રમાણ કેટલું ? તે જાણવા મળશે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.