શહેરમાં 34000થી વધુ ઘર સુધી નથી પહોંચી પાણીની લાઈન 2025 સુધીનો સમય માગતી મનપા, રોજ દોડે છે 3000 ટેન્કર
રાજકોટ શહેરમાં ઘણા વિસ્તારોમાં પાણીની અછત છે કારણ કે ત્યાં સુધી હજુ પાણીની લાઈન પહોંચી નથી. અવારનવાર મનપા કચેરીએ પાણી માટે ધરણાં થાય છે, ટોળાં આવે છે પણ તેમને માત્ર આશ્વાસન જ મળે છે કદી સ્પષ્ટ જણાવાતું નથી કે ક્યારે પાણીની સમસ્યા હલ થશે. રાજકોટ શહેરમાં 34000થી વધુ પરિવારો સુધી હજુ પાણીની લાઈન પહોંચી નથી આ સંખ્યા ખૂબ મોટી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.