અરવલ્લીના શિકા ગામમાં આંબાની જુદી જુદી જાતિના છોડ વાવેતર કરી પાકની પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત.
અરવલ્લીના શિકા ગામમાં આંબાનું વાવેતર
કેસર કેરીના ૩૭૦ પ્લાન્ટની સાથે અન્ય લંગડો, દશેરી, રાજાપુરી, ચૌસા, આલફંજો, બદામ, મલ્લિકા જેવા પ્રકારના પાકની પ્રાકૃતિક ખેતી
અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના શિકા ગામના ખેડૂત ઉન્મેશભાઈ પટેલ દ્વારા કેસર કેરીના ૩૭૦ પ્લાન્ટની સાથે અન્ય લંગડો, દશેરી, રાજાપુરી, ચૌસા જેવી પાકની પ્રાકૃતિક ખેતી કરી છે અને આ વિસ્તારના ખેડૂતો અને બાગાયતકારને અન્ય ગામના ખેડૂતોને પણ આ પ્રકારે ખેતી કરવા પ્રેરણા પુરી પાડી છે.ગામમાં પારંપરિક ખેતી કરતા છેલ્લા ઘણા વર્ષોથી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે.વિવિધ પાકોના ઉત્પાદન સાથે તેઓ પશુપાલન પણ કરી રહ્યા છે જેથી ખેતી માટે પ્રાકૃતિક રીતે દેશી ખાતર મળી રહે.ઉન્મેશભાઈ કેરીના પાકની સારી ઉપજ લેવા તેઓ રાસાયણિક ખાતરના બદલે ગાય આધારીત ખેતી ઉપયોગ કરવો વધુ હિતાવહ માની રહ્યા છે જેને કારણે ઉત્તમ ગુણવત્તા ધરાવતી કેરીનું ઉત્પાદન મળી રહે. આજના સમયમાં રસાયણિક ખાતર વાપરવાથી પાક તેમજ ખેતીની જમીનને કેટલું નુકશાન પહોચે છે તેને ધ્યાનમાં રાખી અન્ય ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે પ્રેરણા પુરી પાડી રહ્યા છે.તેમનું કેહવું છે,વર્તમાન ખેતી ખર્ચાળ અને રાસાયણિક ખાતરોથી જોખમી છે
વર્તમાન સમયની ખેતી ખૂબ જ ખર્ચાળ અને રાસાયણિક ખાતરો અને દવાઓથી જાહેર આરોગ્ય માટે જોખમી બની ગઈ છે, દરેક ખેડૂતને ખેતીમાં ખર્ચો વધારે કરવો પડે છે જેથી નફાનું પ્રમાણ ઓછુ રહે છે તેમાં પણ જો પાકમાં જીવાત આવી જાય તો સંપૂર્ણ પાક નાશ પામે છે જેથી ખેડૂતે જાગૃત થઈ પ્રાકૃતિક ખેતી તરફ વળવા તૈયારી દર્શાવવી જોઈએ.ઘણા ખેડૂતો આ તરફ પહેલ કરી ચૂક્યા છે.
ઉન્મેશભાઈ જણાવે છે બાગાયત વિભાગ તરફથી સબસીડી અને જરૂરિયાત પ્રમાણે સહાય મળી રહી છે જે માટે આવી સરકારની ખેડૂતો માટેની યોજના અમલી બનાવવા માટે સરકારશ્રીનો આભાર વ્યક્ત કરે છે, અને અરવલ્લી જિલ્લામાં કેરીનો સારો પાક મળે અને અન્ય ખેડૂતો પણ આંબાનું વાવેતર કરે અને આવનારા સમયમાં અરવલ્લી પ્રદેશની કરીઓ પણ પ્રસિદ્ધ થાય તેવું સ્વપ્ન સાકાર કરવા ઉત્સાહિત છે.
જીતેન્દ્ર ભાટીયા, 9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.