વિસાવદરના માંડાવડ ચોકડીએ અકસ્માત નિવારવા સર્કલ મુકવાની કામગીરી કરાઈ*ટિમ ગબ્બરે કરેલી હતી રજુઆત
વિસાવદરના માંડાવડ ચોકડીએ અકસ્માત નિવારવા સર્કલ મુકવાની કામગીરી કરાઈ
ટિમ ગબ્બરે કરેલી હતી રજુઆત
.ટિમ ગબ્બર ગુજરાતના સ્થાપક એડવોકેટ કાંતિ એચ ગજેરા તથા વિસાવદરના સ્થાનીક એડવોકેટ નયનભાઈ જોશીદ્વારાવિસાવદર-બીલખા રોડ ઉપર આવેલ માંડાવડ ચોકડી પાસે ત્રણ રસ્તા ભેગા થાય છે તે ચોકડી વાળી જગ્યાએ અકસ્માત નિવારવા માટે સર્કલ બનાવવા તથા સ્ટ્રીટ લાઇટનો થાંભલો ઉભો કરી લાઈટ ચાલુ કરાવવી સરકારમાં અવારનવાર રજૂઆતો કરેલી હતી જે રજુઆત આખરે સરકારે સ્વીકારી અને વિસાવદરથી જુનાગઢ જતો રોડ તથા વિસાવદરથી બગસરા અમરેલી જતો રોડ આવેલ છે ત્યાં ત્રણ રસ્તા ભેગા થતા હોય અવારનવાર અકસ્માત ના બનાવો બનતા હોય અને આ રોડ તાજેતરમાં નવો બનાવવામાં આવેલ હોય આ રોડ નવો બનેલ હોવાથી કોઈપણ વાહન સ્પીડથી આવતું હોય તે સમજી શકાય તેવી બાબત હોય જેથી વાહનચાલકને સર્કલ હોવા અંગેની જાણ થાય અને સર્કલ અને સ્ટ્રીટ લાઇટનો થાંભલો ઉભો કરી લાઈટ ચાલુ હોવાના કારણે વાહનનું સંતુલન જાળવી શકે અને વાહનની સ્પીડ ઓછી કરી શકે અને અકસ્માત અટકી શકે આ બાબતે તાત્કાલિક લોકોની માંગણી દયાને લઈને સર્કલ મુકવા અને સ્ટ્રીટ લાઇટનો થાંભલો ઉભો કરી લાઈટ ચાલુ કરાવવા ટિમ ગબ્બરે માંગણી કરેલ હતી હાલ માડાવડ ચોકડીએ આ કામગીરી ચાલુ થતા લોકોમાં આનંદ વ્યાપી ગયેલ હોવાનું ટિમ ગબ્બર ગુજરાતના વિસાવદર ના એડવોકેટ નયનભાઈ જોશીની એક અખબારી યાદીમાં જણાવાયું છે
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.