ગોલ્ડન અવર્સ, સારવાર માટે સમય બચશે, રાજકોટની સરકારી હોસ્પિટલમાં વિનામૂલ્યે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થશે
બજેટમાં આશ્વાસન કહી શકાય તેવી એકમાત્ર જાહેરાત
છેલ્લા કેટલાક સમયથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રના યુવાનોથી લઈને વૃદ્ધોમાં છાતીમાં દુખાવો, હ્યદયરોગના હુમલા, તેનાથી થતા મોતની સંખ્યામાં વધારો થયો છે. શુક્રવારે રાજ્ય સરકારના બજેટમાં રાજકોટ ખાતે યુએન મહેતા ઈનસ્ટિટયૂટ અમદાવાદના સહયોગથી કાર્ડિયાક ટ્રીટમેન્ટ સેન્ટર શરૂ કરવા માટે નાણાની જોગવાઈ કરવામાં આવી છે. આ જોગવાઇથી સરકારી હોસ્પિટલમાં હૃદય માટેની મળતી સુવિધામાં વધારો થયો છે. હવેથી સરકારી હોસ્પિટલમાં પીએમજેવાય યોજના અંતર્ગત વિનામૂલ્યે બલૂન, સ્ટેન્ટ મુકી શકાશે તેમજ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની સુવિધા ઘરઆંગણે જ થશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.