ઘરમાં ચોર ઘૂસ્યો, પાછળથી માલિક આવી જતા પકડાઈ ગયો - At This Time

ઘરમાં ચોર ઘૂસ્યો, પાછળથી માલિક આવી જતા પકડાઈ ગયો


પોપટપરા નાલા સામે હંસરાજનગરમાં એક ઘરમાં ચોર ઘૂસ્યો પણ પાછળથી માલિક આવી જતા પકડાઈ ગયો હતો. આરોપી ભાવનગરનો સોહિલ કળદોરીયા હોવાનું ખુલતા તેની સામે ગુનો નોંધાયો છે. ફરિયાદી રમેશભાઇ ભગવાનદાસ સદેવ (સીંઘી લુહાણા) ઉ.વ.62, રહે. હંસરાજનગર મેઇન રોડ, પ્રીતનગર કોઓપરેટીવ સોસાયટી, પોપટપરા નાલા સામે)એ જણાવ્યું કે, હું તથા મારા પત્ની સપનાબેન (ઉ.વ.60) વાળા સાથે રહું છું. અને નિવૃત્ત જીવન ગુજારુ છું. તા.8/07/2023 ના સાંજના આશરે છએક વાગ્યાના અરસામાં હું તથા મારા પત્ની સપનાબેન દૈનીક ક્રીયા મુજબ અમારા ઘરેથી રેલનગરમાં આવેલ શીવમ પાર્કમાં અમારા બીજા મકાને હરી ઓમ ભગવાનજીના સત્સંગમાં ગયેલ
અને ત્યાં સત્સંગમાં અમારે રાત્રીના દસેક વાગી ગયેલ અને સત્સંગ પૂર્ણ થતા હું તથા મારા પત્ની બાઇકમાં અમારા ઘરે આવેલ અને અમારા ઘરની ડેલીને લોક મારેલ હતો તે ડેલી ખોલી અમે ઘરમાં જવા ગયેલ ત્યારે અમારા ઘરનો દરવાજાના લોક મારેલ તે હતો નહીં, જેથી મેં નીચે છોડના કુંડામાં જોતા ત્યા તાળુ પડેલ હતુ. અને તે તાળુ તુટેલુ હતુ જેથી મે ઘરનો દરવાજો ખોલવાનો પ્રયત્ન કરતા ઘરનો દરવાજો ખુલેલ નહીં અને અંદરથી દરવાજો બંઘ હોય તેવુ મને લાગેલ અને બારીના કાચમાંથી જોતા અમારા ઘરની અંદરની લાઇટ
જે અમે બંઘ કરીને ગયેલ હતા તે ચાલુ હતી જેથી મેં મારા ભત્રીજા કમલેશભાઇ દોલતરામ મુલચંદાણીને ફોન કરેલ. અને કહેલ કે અમારા ઘરનો દરવાજો અંદરથી બંધ છે, અને અંદર કોઇ છે તેમ વાત કરેલ, જેથી થોડીવારમાં મારો ભત્રીજો કમલેશભાઇ ત્યાં આવેલ અને તેણે 100 નંબર પર પોલીસને ફોન કરેલ જેથી પોલીસે તેમને કહેલ કે બહારથી દરવાજો બંઘ કરી દો. જેથી અમે દરવાજો બંઘ કરી દીઘેલ અને થોડીવારમાં પોલીસ અમારા ઘરે આવેલ હોય અને આવીને અમારા ઘરનો દરવાજો ખખડાવતા અંદરથી ચોર શખ્સે દરવાજો ખોલેલ
અને પોલીસે તેનુ નામઠામ પુછતા પોતે પોતાનુ નામ સોહિલ હનીફભાઇ કળદોરીયા (ઉ.વ.23, રહે. મફતનગર, ફિરોજભાઇ ઘાંચીના મકાનમાં ભાડેથી, ઘોઘા રોડ, ભાવનગર) હોવાનું જણાવેલ અને પોલીસે તપાસ કરતા તેના ખીસ્સામાંથી 2800 રોકડા મળી આવેલ હતા અને અમે ઉપરના રૂમમાં આવેલ તીજોરી ચેક કરતા તેમાં રહેલા મારા રૂ.2800 મળી આવેલ ન હોય, અને આ મારા રૂપીયા આ આરોપીએ ચોરી લીધા હતા. પોલીસે સોહિલને ઝડપી કાયદેસર કાર્યવાહી કરી હતી.
9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.