આટકોટના હર્ષલ ગોહેલ સાથે અન્ય 11 યુવાનોએ દિન પ્રતિદિન વધી રહેલા ડ્રગ સેવનના દૂષણ સામે જાગૃતિ લાવવા એક અનોખો પ્રયાસ કરી લોકોને જાગૃત કર્યા - At This Time

આટકોટના હર્ષલ ગોહેલ સાથે અન્ય 11 યુવાનોએ દિન પ્રતિદિન વધી રહેલા ડ્રગ સેવનના દૂષણ સામે જાગૃતિ લાવવા એક અનોખો પ્રયાસ કરી લોકોને જાગૃત કર્યા


હાલ દિન પ્રતિદિન યુવાનોમાં ડ્રગ્સ સેવનનું પ્રમાણ વધી રહ્યું છે. જેના કારણે યુવાધન પેઢી બરબાદી તરફ જઈ રહી છે. જેના માટે જાગૃતિ લાવવા આટકોટના હર્ષલ ગોહેલ સાથે અન્ય 11 યુવાનોએ એક અનોખું જ કાર્ય કર્યુ હતુ. જેમાં ઐતિહાસિક સમયથી ભારત નિર્માણમાં ગુજરાતીઓની ભૂમિકા મહત્વપૂર્ણ રહી છે. ત્યારે ગુજરાતીઓએ વધુ એક સાહસિકતા દેખાડી ભારત નિર્માણમાં પોતાની ભૂમિકા ભજવી છે. જેમાં જસદણ તાલુકાના આટકોટ ગામના હર્ષલ ગોહેલ સહિત અન્ય 11 સાહસિક યુવાઓની ટીમ દ્વારા ગત તા.26 સપ્ટેમ્બરના રોજ ખુબ મુશ્કેલ ગણાતા પીર પંજાલ રેન્જ સ્થિત હિમાચલમાં આવેલા માઉન્ટ જગતસુખ કે જેની ઊંચાઈ 16,560 ફૂટ છે. જેમાં દુર્ગમ ચઢાણ અને અત્યંત નીચા તાપમાનનો સામનો કરી ગુજરાતના યુવાનોની ટીમે સફળતાપૂર્વક આરોહણ કરીને તેના પર તિરંગો લહેરાવ્યો હતો. આ તકે તમામ યુવાનોએ નો ડ્રગ્સ અવરનેસ અભિયાનનો સંદેશ આપ્યો હતો. આ 12 સાહસિક યુવાનોની ટીમમાં આટકોટના હર્ષલ ગોહેલ ઉપરાંત ભાવેશ બાંભણીયા, ભાવિન ગોહિલ, સમર્થ વાછાની, વિશુ બલર, હરિન વસાર, ધ્રુવ પટેલ, વેદાંત ધોળકીયા, દેવાંશ રાવલ, સાગર જસાણી, સાગર ફળદુ, યશ આહુજા નામના યુવાનોએ ત્રિરંગો લહેરાવી દેશનું ગૌરવ વધાર્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.