શ્રી વિહળ ઇન્ટરનેશનલ વિદ્યાપીઠ તથા વિહળ ધામ પાળીયાદના સંયુક્ત ઉપક્રમે નવરાત્રી મહોત્સવ અંતર્ગત નવદુર્ગા રાસોત્સવનું આયોજન
(કનુભાઈ ખાચર દ્વારા )
શ્રી વિહળ ઇન્ટરનેશનલ વિદ્યાપીઠ તથા વિહળ ધામ પાળીયાદના સંયુક્ત ઉપક્રમે નવરાત્રી મહોત્સવ અંતર્ગત નવદુર્ગા રાસોત્સવનું આયોજન 6 અને 7 ઓક્ટોબર ના રોજ મહાદેવ ગાર્ડન રેસ્ટોરન્ટ માં પરમ વંદનીય પૂજ્ય 1008 મહામંડલેશ્વર નિર્મળાબા અને પાળીયાદ જગ્યાના સ્વપ્ન દ્રષ્ટા એવા પરમ પૂજ્ય પહેલું બાપુની પાવન ઉપસ્થિતિમાં આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂર્ણ ભારતીય પરંપરાની મર્યાદાનું પવિત્ર સ્વરૂપે વહન કરી જગતજનની જગદંબા ની ઉપાસના કરવામાં આવી હતી તથા રાસ ગરબા નું આયોજન કર્યું હતું. આ સમગ્ર આયોજનમાં ખેલૈયા વિદ્યાર્થી ભાઈ બહેનો તેમજ શાળાનો વિશાળ વાલીગણ તે પણ રાસ રમવામાં સામેલ થયો હતો. અને જે ખેલૈયાઓએ ઉત્તમ પ્રકારે રાસ રમ્યા હતા તેઓને પૂજ્ય નિર્મળાબા, પૂજ્ય ભઈલુ બાપુ અને બોટાદ જિલ્લાના માનનીય અધિકારીઓ તથા અગ્રણી શ્રેષ્ઠિઓ દ્વારા પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત જે વિદ્યાર્થી ભાઈ બહેનોએ પોતાની શૈક્ષણિક કારકિર્દી દરમિયાન શિક્ષણની અંદર તથા સર્વાંગી વિકાસની પ્રવૃત્તિમાં ભાગ લઈને વિજેતા ક્રમાંક પ્રાપ્ત કર્યા હતા. તેવા વિદ્યાર્થી ભાઈ બહેનોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર આયોજનને રૂડું કરવા માટે માનનીય D.D.O, T.D.O, શ્રી.D.y.s.p.સાહેબ, P.S.I, P.I, તેમજ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ના મોન્ટુભાઇ તથા રવિરાજભાઈ જાડેજા આ સમગ્ર લોકો કાર્યક્રમને શોભાવનિત કરવા ઉપસ્થિત રહ્યા હતા. તથા બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. આજે સમગ્ર સમાજ જ્ઞાતિઓના વાડામાં વહેંચાઈ ગયો છે. ત્યારે પાળીયાદના ઠાકર ની એ શાશ્વત ચેતના 18 વરણ ઠાકરના આકાશના માંડવે એક સાથે ભેગા મળીને માં જગદંબાની ઉપાસના કરતા જોઈએ. ત્યારે અખંડ ભારતની કલ્પના સાકાર થતી હોય એવું લાગે. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના મેનેજિંગ ટ્રસ્ટી અરવિંદભાઈ ચાંદપરા તથા મહાવીરભાઈ ખાચર સતત સમગ્ર આયોજનને પ્રેરણા પૂરી પાડતા હતા. શ્રી વિહળ ઇન્ટરનેશનલ વિદ્યાપીઠ તેમજ વિસામણ બાપુ ની જગ્યા ના વિશાળ ઠાકરનો પરિવાર રાત દિવસ જોયા વગર સફળ આયોજન કરી. સમગ્ર કાર્યક્રમને દૈદીપ્યમાન માન કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રવીણભાઈ ખાચરે કર્યું હતું પ્રિન્સિપાલ વી.કે.મહેતા એ જણાવ્યું હતું
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.