જેસાવાડા પોલીસ મથક ના ત્રણ પોલીસ જવાનોને ડી.જી.પી વિકાસ સહાય ના હસ્તે પ્રમાણપત્ર તેમજ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા. - At This Time

જેસાવાડા પોલીસ મથક ના ત્રણ પોલીસ જવાનોને ડી.જી.પી વિકાસ સહાય ના હસ્તે પ્રમાણપત્ર તેમજ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા.


ગરબાડા તાલુકાના જેસાવાડા પોલીસ મથકે ફરજ બજાવતા ASI સિરાજ અબ્દુલ્લા શેખ તેમજ રાહુલ નવલસિંહ પરમાર, રાજેશભાઈ છગનભાઈ દ્વારા *ઇ- કોપ ઓફ month* ની મદદથી જેસાવાડા બજારમાંથી એક વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં વોન્ટેડ આરોપી મિલકત તેમજ શરીર સંબંધી ગુનાઓમાં પકડાયેલા બે આરોપીઓની ફિંગર પ્રિન્ટ ઓનલાઈન લઈ નેશનલ ડેટાબેઝમાં એન્ટ્રી કરી કરતા આરોપી અરવલ્લી, આણંદ, જિલ્લા વડોદરા શહેરના ગુનામાં તેના ફિગરપ્રિન્ટ મેચ થતા વણ શોધાયેલા ગુનાઓ ડિટેક્ટ કર્યાં હતા જેમાં આરોપી પાસેથી ₹1,64,000 નો મુદ્દામાલ રીકવર કરવામાં આવ્યો હતો જેની નોંધ પોલીસ મહાન નિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ડી.જી.પી વિકાસ સહાય સુધી લેવામાં આવી હતી જેમાં DGP વિકાસ સહાય દ્વારા જેસાવાડા પોલીસ મથકના ત્રણ પોલીસ કર્મીઓને આધુનિક ટેકનીક ના ઉપયોગથી ગુના શોધવાની ઉત્કૃષ્ટ કામગીરી માટે સન્માનપત્ર તેમજ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો અને ભવિષ્યમાં પણ આવી જ ઉત્કૃષ્ટ કામગીરી કરો તેવી શુભેચ્છાઓ પણ પાઠવી હતી.


9979516832
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.