રાજકોટનાં હોસ્પિટલ ચોકમાં સફાઈ કામદારોની ભરતી મુદ્દે ધરણા, વારસદારને જ નોકરી સહિત નવા નિયમોને હટાવવા માગ - At This Time

રાજકોટનાં હોસ્પિટલ ચોકમાં સફાઈ કામદારોની ભરતી મુદ્દે ધરણા, વારસદારને જ નોકરી સહિત નવા નિયમોને હટાવવા માગ


રાજકોટમાં સફાઈ કામદારોની ભરતીમાં નવા નિયમોને લઈને છેલ્લા ઘણા સમયથી ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં નિયમોમાં બદલાવ નહીં કરવામાં આવતા વાલ્મિકી સમાજના 10 જેટલા આગેવાનો દ્વારા છેલ્લા 16 દિવસથી સફાઈ કામદારો દ્વારા હોસ્પિટલ ચોક ખાતે ધરણા કરવામાં આવી રહ્યા છે. દરમિયાન અમુક આગેવાનોની તબિયત લથડતા તેને હોસ્પિટલમાં ખસેડાયા છે. હાલ માત્ર કામદાર યુનિયનનાં પ્રમુખ પારસ બેડીયા દ્વારા ધરણા ચાલુ રાખવામાં આવ્યા છે. તેમજ પોતાની માંગ નહીં સંતોષાય ત્યાં સુધી માત્ર લિકવિડ પર રહેવાનો દાવો કરવામાં આવ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.