શહેરમાં જે દુકાન ખુલ્લી હતી ત્યાં હાથ જોડી બંધ કરાવાઇ - At This Time

શહેરમાં જે દુકાન ખુલ્લી હતી ત્યાં હાથ જોડી બંધ કરાવાઇ


27 નિર્દોષ મૃતાત્માને માસિક તિથિએ શ્રદ્ધાંજલિ આપવા કોંગ્રેસે આપેલા બંધને તમામ રાજકોટીયન્સે અેક અવાજે ટેકો આપ્યો

રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં 25 મેના લાગેલી આગમાં ભડથું થઇ ગયેલા 27 લોકોની પ્રમથ માસિક પુણ્યતિથિએ મંગળવારે કોંગ્રેસ દ્વારા અપાયેલા રાજકોટ બંધના એલાનને રાજકોટીયન્સે એક જ અવાજે ટેકો આપ્યો હતો. શહેરની તમામ બજારો, શાળા-કોલેજો સજ્જડ બંધ રહ્યા હતા અને જે એકલ દોકલ દુકાન ખુલ્લી હતી ત્યાં જઇ કોંગ્રેસના અાગેવાનોએ હાથ જોડી દુકાન બંધ કરાવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.