જસદણ: આજે ડોક્ટર્સ ડે ડો. પંકજભાઈ. કોટડીયા કેમ વિસરાય - At This Time

જસદણ: આજે ડોક્ટર્સ ડે ડો. પંકજભાઈ. કોટડીયા કેમ વિસરાય


જસદણ: આજે ડોક્ટર્સ ડે ડો. પંકજભાઈ. કોટડીયા કેમ વિસરાય

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
ડૉક્ટર્સ જિંદગી અને મોત વચ્ચે સંઘર્ષ કરી રહેલા દર્દીઓને ન માત્ર સારવાર આપે છે, પરંતુ તેમને એક નવું જીવન પણ આપે છે. એટલા માટે તેમને ધરતી પર ભગવાનનું રૂપ કહેવામાં આવે છે
વ્યક્તિના જીવનની શરૂઆતથી લઈને તેની સુરક્ષા સુધી, દરેક પગલા પર ડૉક્ટર તેની સાથે હોય છે. જ્યારે બાળકનો જન્મ થાય છે, ત્યારે તે ડૉક્ટર છે જે બાળકને માતાના ગર્ભમાંથી વિશ્વમાં લાવે છે. તે પછી, બાળકને રોગોથી બચાવવા અને તેને સ્વસ્થ રાખવા માટે તમામ જરૂરી માહિતી અને રસીકરણ વગેરેની જવાબદારી ડૉક્ટરની છે. જેમ જેમ બાળક મોટું થાય છે તેમ તેમ તેના શરીરમાં ફેરફારો થવા લાગે છે. આ તમામ ફેરફારો, સમાજ અને જીવનશૈલીની અસર માનવ સ્વાસ્થ્ય પર પડે છે. શારીરિક, માનસિક સમસ્યાઓથી પીડિત વ્યક્તિના તમામ દર્દ અને રોગોનો ઉપચાર માત્ર ડૉક્ટર જ કરે છે. તેથી જ ભારતમાં ડૉક્ટર(Doctor)ને ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે. આવી જ વાત કરવાની છે ડોક્ટર્સ ડે ના મોકા પર બીજી લહેરમાં કોવિડનો જયારે હાહાકાર હતો ચારે બાજુથી લૉકો મુત્યુ પામી રહ્યાં હતાં એ સમય યાદ કરવો પણ આજે ગમતો નથી ત્યારે જસદણના સેવાભાવી તબીબ પંકજભાઈ કોટડીયાએ કોરોના કેર સેન્ટરમાં વિના મૂલ્યે રાત દીવસ સેવા આપી અનેક કોરોના દર્દીઓને બચાવવાનો એક ભગીરથ પ્રયાસ કર્યો તે જસદણ વીંછિયા અને તાલુકાના ગ્રામ્યજનો આજીવન ભુલી નહીં શકે આજે ડોક્ટર્સ ડે છે ત્યારે ડો. પંકજભાઈ કોટડીયાને ફરજિયાત યાદ કરવાં જ પડે કારણ કે પોતાની શકિતના કારણે બીજાનું ભલું કર્યું તે ખરેખર અભિનંદનને પાત્ર છે.

7203888088


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.