જસદણ નજીક ઘેલાં સોમનાથ ખાતે લોકમેળામાં તા. ૬ જુલાઈએ સ્ટોલની હરરાજી - At This Time

જસદણ નજીક ઘેલાં સોમનાથ ખાતે લોકમેળામાં તા. ૬ જુલાઈએ સ્ટોલની હરરાજી


જસદણ નજીક ઘેલાં સોમનાથ ખાતે લોકમેળામાં તા. ૬ જુલાઈએ સ્ટોલની હરરાજી

જસદણ નજીક આવેલ વીંછિયા તાલુકાના સોમપીપળીયા ખાતે આવેલા વિખ્યાત યાત્રાધામ શ્રી ઘેલા સોમનાથ ખાતે શ્રાવણ માસ દરમ્‍યાન લોકમેળાનું આયોજન કરવામાં આવશે, જેથી શ્રી ઘેલા સોમનાથ મંદિર હસ્‍તક આવેલ કોમ્‍યુનીટી હોલમાં હોટેલ, રેસ્‍ટોરન્‍ટ વગેરે ફાસ્‍ટફૂડના ઉપયોગ માટે તા.૧૦/૦૮/૨૦૨૩ થી તા.૨૦/૦૯/૨૦૨૩ સુધી ભાડે આપવાનું નકકી કરવામાં આવેલ છે. જેની હરરાજી તા.૦૬/૦૭/૨૦૨૩ના રોજ તાલુકા સેવા સદન, પ્રાંત કચેરી, જસદણ ખાતે બપોરના ૩ ક્‍લાકે યોજાશે. આ માટે રસ ધરાવતી પાર્ટીઓએ નીચે મુજબની શરતો સાથે તા.૦૫/૦૭/૨૦૨૩ સુધીમાં બી.એચ.કાછડીયા, વહીવટદાર ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્‍ટ મો. ૯૩૭૫૦૯૦૩૯૯નો સંપર્ક કરવાનો રહેશે.

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 7203888088


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.