મથુરા-વૃંદાવનમાં જન્માષ્ટમીની ધૂમ, મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું
- મથુરાના મંદિરનો ભવ્ય નજારો જોવા માટે લોકો ઉમટ્યા છે ભગવાનનું મંદિર આજે ફૂલો અને રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું નવી દિલ્હી, તા. 19 ઓગષ્ટ 2022, શુક્રવારઆજે સમગ્ર દેશમાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી રહી છે. ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસને જન્માષ્ટમી તરીકે ઉજવવામાં આવે છે. શ્રી કૃષ્ણનો જન્મ ભાદ્રપદ માસના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ થયો હતો તેથી અષ્ટમી તિથિનું વિશેષ મહત્વ છે. આ વખતે જન્માષ્ટમી 18 અને 19 ઓગસ્ટ આ બંને દિવસે ઉજવવામાં આવી રહી છે. કેટલાક સ્થળોએ 18 ઓગસ્ટના રોજ કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી. જો કે, મથુરા અને વૃંદાવનમાં આજે જન્માષ્ટમી છે. તેથી ભગવાન કૃષ્ણના મંદિરોને સંપૂર્ણ રીતે સજાવવામાં આવ્યા છે.શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના અવસર પર આ જન્મજયંતિ જોવા માટે દેશના વિવિધ વિસ્તારોમાંથી ભક્તોની ભીડ મથુરા અને વૃંદાવન પહોંચે છે. આ તહેવારને લઈને વહીવટીતંત્ર દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક જગ્યાએ પોલીસ બંદોબસ્ત છે. વહીવટીતંત્રે અનેક દળો તૈનાત કર્યા છે.મથુરાથી લઈને નોઈડા સુધી ભગવાન કૃષ્ણના મંદિરોને શણગારવામાં આવ્યા છે. લોકો મથુરાના મંદિરનો ભવ્ય નજારો જોવા માટે ઉમટ્યા છે. ભગવાનનું મંદિર આજે ફૂલો અને રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું. જન્માષ્ટમીના દિવસે સવારથી જ કૃષ્ણ જન્મભૂમિ મથુરાના મંદિરમાં પૂજા અર્ચના કરવા માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. મથુરાના બજારોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.અહીં જન્માષ્ટમીને ધ્યાનમાં રાખીને મથુરાના મુખ્ય મંદિરોની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે. અધિક પોલીસ અધિક્ષક (શહેર) માર્તંડ પ્રકાશ સિંહે જણાવ્યું હતું કે, કૃષ્ણ જન્માષ્ટમીને ધ્યાનમાં રાખીને વ્રજભૂમિના મુખ્ય મંદિરોની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે. કારણ કે દર વર્ષે જન્માષ્ટમી પર હજારો ભક્તો અહીં પૂજા કરવા આવે છે.શહેરના મુખ્ય ચોરાહની પટ્ટિઓ અને રંગબેરંગી લાઈટોની રોશનીથી શણગારવામાં આવ્યા છે. શ્રી કૃષ્ણ જન્મસ્થાન સેવા સંસ્થાનના સેક્રેટરી કપિલ શર્માએ જણાવ્યું હતું કે, મધ્યરાત્રિએ શ્રી કૃષ્ણ જન્મસ્થાન અભિષેક માટે આવનાર દરેક ભક્તોને ધાર્મિક વિધિઓ બાદ પ્રસાદ આપવામાં આવશે. વૃંદાવનના રાધા રમણ, રાધા દામોદર અને ટેઢે ખંબાવાલા મંદિરોમાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. કારણ કે આ પ્રાચીન મંદિરોમાં જન્માષ્ટમી શુક્રવારે રાત્રિના બદલે દિવસ દરમિયાન ઉજવવામાં આવશે.પોલીસ અધિક્ષકે વધુમાં જણાવ્યું હતું કે, મોબાઈલ અને રોકડની ચોરી, ચેઈન સ્નેચિંગ અને મહિલાઓની છેડતી જેવી ઘટનાઓને રોકવા માટે સાદા વસ્ત્રોમાં પોલીસકર્મીઓ પણ મુખ્ય મંદિરોમાં તૈનાત કરવામાં આવ્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.