'કિલ'ના સ્ક્રીનિંગમાં વરુણ સાથે જોવા મળી જાહન્વી:લીડ એક્ટર લક્ષ્ય પરિવાર સાથે પહોંચ્યો; અનન્યા-ખુશી સહિત અનેક સેલેબ્સ સ્પોટેડ - At This Time

‘કિલ’ના સ્ક્રીનિંગમાં વરુણ સાથે જોવા મળી જાહન્વી:લીડ એક્ટર લક્ષ્ય પરિવાર સાથે પહોંચ્યો; અનન્યા-ખુશી સહિત અનેક સેલેબ્સ સ્પોટેડ


કરન જોહરની ફિલ્મ 'કિલ' 5 જુલાઈએ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ અગાઉ બુધવારે સાંજે નિર્માતાઓએ તેનું સ્ક્રીનિંગ હોસ્ટ કર્યું હતું. આ ખાસ તકે ફિલ્મના લીડ એક્ટર લક્ષ્ય લાલવાણી તેમના આખા પરિવાર સાથે પહોંચ્યા હતા. ફિલ્મના નિર્માતા કરન જોહર ફિલ્મના નિર્દેશક નિખિલ નાગેશ ભટ્ટ અને સહ નિર્માતા અપૂર્વ મહેતા સાથે જોવા મળ્યા હતા. આ સ્ક્રીનિંગ ઈવેન્ટમાં વરુણ ધવન, જાહન્વી કપૂર, ખુશી કપૂર, રકુલ પ્રીત-જેકી, શનાયા કપૂર, અનન્યા પાંડે, સાન્યા મલ્હોત્રા અને વિકી કૌશલ સહિત ઘણા સેલેબ્સ જોવા મળ્યા હતા. જુઓ તસવીરો... લક્ષ્યની ડેબ્યુ ફિલ્મ છે 'કિલ'
ફિલ્મ 'કિલ'ની વાર્તા એક એવા સૈનિકની આસપાસ વણાયેલી છે જે પોતાના પરિવાર અને પ્રેમને બચાવવા માટે એકલો લડે છે. લક્ષ્યની આ ડેબ્યુ ફિલ્મ છે. તેના સિવાય તાન્યા માણિકતલા, રાઘવ જુયાલ અને આશિષ વિદ્યાર્થી જેવા કલાકારો પણ તેમાં જોવા મળશે. લક્ષ્ય 'દોસ્તાના 2'થી ડેબ્યૂ કરવાનો હતો
લક્ષ્ય આ પહેલાં વર્ષ 2021માં કરન જોહરની ફિલ્મ 'દોસ્તાના-2'થી ડેબ્યૂ કરવાનો હતો. જો કે, કાર્તિક આર્યન અને જાહન્વી કપૂર અભિનીત આ ફિલ્મ પહેલાં ડીલે થઇ હતી અને પછી મુલતવી રાખવામાં આવી હતી. આ પછી એક્ટર શશાંક ખેતાનની ફિલ્મ 'બેધડક' સાથે શનાયા કપૂર અને ગુરફતેહ પરિઝાદા સાથે ડેબ્યૂ કરવાનો હતો, પરંતુ પછીથી આ ફિલ્મ પણ મોકૂફ રાખવામાં આવી હતી. હવે આખરે લક્ષ્ય 'કિલ'થી ડેબ્યૂ કરી રહ્યો છે. લક્ષ્યે 'પોરસ' સહિત ઘણા ટીવી શોમાં પણ કામ કર્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.