જામનગરના વોર્ડ નંબર-4 ના કોંગી કોર્પોરેટર ના ભ્રષ્ટાચાર મુદ્દે ઘરણાં
જામનગર તા.29 જુલાઈ 2022,શુક્રવારજામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર ચારના કોંગી કોર્પોરેટર રચનાબેન નંદાણીયા દ્વારા ભ્રષ્ટાચાર સહિતના મામલે ત્રણ દિવસના ધરણાંનો કાર્યક્રમ જાહેર કરાયો છે, જેના ભાગરૂપે આજે સ્ટેન્ડિંગ કમિટી હોલના દ્વારે ધારણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, અને ભ્રષ્ટાચારને લીલી ઝંડી આપી નવતર પ્રકારે વિરોધ પ્રદર્શન કરાયું છે. જામનગર મહાનગરપાલિકાના ડીએમસી એ.કે. વસ્તાણીની સામે ભ્રષ્ટાચાર ના માધ્યમથી નોકરી આપવાના આક્ષેપો સાથેનું એક આવેદનપત્ર મ્યુનિ. કમિશનરને પાઠવાયું હતું, અને ધરણાં યોજી વિરોધ દર્શાવાયો હતો. જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા સહિતના અન્ય કોંગી કાર્યકરો જોડાયા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.