જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ શિવભક્તો માટેના કેમ્પમાં પ્રસાદી બનાવવામાં જોડાયા: બહેનો સાથે રાસ પણ રમ્યા
જામનગર,તા.22 ઓગષ્ટ 2022,સોમવારજામનગર થી ભોળેશ્વર મહાદેવના મંદિરે સોમવારે દર્શને પહોંચવા માટે અનેક પદયાત્રીઓ રવિવારની રાત્રીના ૩૦ કી.મી. ની લાંબી પદયાત્રા કરે છે, અને હજારો શિવભક્તો જોડાય છે. જે પદયાત્રી એવા શિવભક્તો માટે બાદશાહ સર્કલ પાસે યોજવામાં આવેલા કેમ્પમાં જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ ,પદયાત્રીઓની સેવામાં જોડાયા હતા અને તેઓ માટે તૈયાર કરવામાં આવેલા પ્રસાદની સામગ્રી જાતે બનાવવા માટે જોડાયા હતા, અને ધર્મલાભ લીધો હતો. એટલુંજ માત્ર નહીં, ઢોલના તાલે બહેનો સાથે રાસ પણ રમ્યા હતા.જામનગર થી ૩૦ કિ.મી દૂર આવલા ગજણા ગામમાં વર્ષો જૂનું પૌરાણિક ભોળેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે, ત્યાં શ્રાવણ માસમાં દર સોમવારે મોટી સંખ્યામાં શિવ ભક્તો જામનગર થી પદયાત્રા કરીને જાય છે.ત્યારે આજે શ્રાવણ માસના અંતિમ સોમવાર હોય જામનગર થી અનેક પદયાત્રીઓ મોટી સંખ્યામાં ભોળેશ્વર મહાદેવના દર્શન કરવા માટે ગઇરાત્રે પણ મોટી સંખ્યામાં પદયાત્રીઓ જોડાયા હતા. જે શિવભક્ત એવા પદયાત્રિઓ માટે બાદશાહ સર્કલ પાસે સેવાકીય કેમ્પ યોજવામાં આવે છે જેમાં જામનગર જિલ્લાના સાંસદ પણ આરતીમાં જોડાયા હતા, ત્યાર બાદ પદયાત્રીઓને પ્રસાદ આપી સેવાકીય કાર્યમાં લાભ લીધો હતો, તેમ જ પદયાત્રીઓના કેમ્પમાં જોડાયેલી મહિલાઓ સાથે શિવમઇ વાતાવરણમાં ગરબે પણ રમ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.