જામનગરના કોંગ્રેસ દ્વારા રાંધણ ગેસના બાટલાના ભાવ વધારાના મુદ્દે વિરોધ પ્રદર્શન: ધરણાં
- ૪૧૪ રૂપિયાના બાટલાનો ૧૦૫૩નો ભાવ કરનાર ભાજપ સામે બંગડી દેખાડી વિરોધ પ્રદર્શિત કરાયોજામનગર તા 7 જુલાઈ 2022,ગુરૂવાર ભાજપ સરકાર દ્વારા રાંધણ ગેસના બાટલામાં રાતોરાત ૫૦ રૂપિયાનો ભાવવધારો ઝીંકી દેવાતાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું છે. અને ૪૧૪ રૂપિયાના કોંગ્રેસના શાસનના બાટલાના ભાવના ૧,૦૫૩ રૂપિયા ભાવ કરી નાખનાર ભાજપની સરકાર સામે બેનર પોસ્ટર દેખાડી બંગડી સાથે વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો છે.તાજેતરમાં જ રાંધણ ગેસના બાટલામાં ૫૦ રૂપિયાનો તોતિંગ ભાવ વધારો કરી દેવાયો છે. જેનું જામનગર શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. ખંભાળિયા ગેઇટ સર્કલમાં છાવણી નાખીને કોંગી કાર્યકરો ધરણાં પર બેઠા છે, અને રાંધણ ગેસના બાટલાના પોસ્ટર લગાવ્યા પછી કોંગી મહિલા કોર્પોરેટરો દ્વારા હાથમાં બંગડી રાખીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત 'બહુત હુઈ મહેંગાઈ કી માર, શરમ કરો ભાજપ સરકાર' ઉપરાંત રાંધણ ગેસનો ભાવ વધારો પાછો ખેંચો' સહિતના પોસ્ટરો લગાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.