જમ્મુ-કાશ્મીર ઇલેક્શન: ભાજપનો ચૂંટણીઢંઢેરો જાહેર:5 લાખ રોજગાર, દર વર્ષે 2 મફત સિલિન્ડર આપવાનું વચન; શાહે કહ્યું- કલમ 370 ક્યારેય નહીં લાવીએ - At This Time

જમ્મુ-કાશ્મીર ઇલેક્શન: ભાજપનો ચૂંટણીઢંઢેરો જાહેર:5 લાખ રોજગાર, દર વર્ષે 2 મફત સિલિન્ડર આપવાનું વચન; શાહે કહ્યું- કલમ 370 ક્યારેય નહીં લાવીએ


ભાજપે શુક્રવારે 6 સપ્ટેમ્બરે જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીનું મેનિફેસ્ટો બહાર પાડ્યું હતું. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે કોલેજના વિદ્યાર્થીઓને દર વર્ષે 3,000 રૂપિયાનું ટ્રાન્સપોર્ટ એલાઉન્સ આપવામાં આવશે. ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ટેબ્લેટ અને લેપટોપ મળશે. તેમણે કહ્યું, '5 લાખ નોકરી આપવામાં આવશે. ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને દર વર્ષે 2 મફત એલપીજી સિલિન્ડર આપવામાં આવશે. અટલ આવાસ યોજના દ્વારા ભૂમિહીન લોકોને 5 મરલા જમીન વિનામૂલ્યે આપવામાં આવશે. ગૃહમંત્રીએ કહ્યું- કલમ 370 લાવવા નહીં દઈએ
અમિત શાહે કહ્યું, 'જમ્મુ-કાશ્મીર ભારતનું છે, હતું અને હંમેશાં રહેશે. છેલ્લાં 10 વર્ષમાં રાજ્યનો વિકાસ થયો છે અને વધુ થશે. આજે કલમ 370 અને 35 (A) ભૂતકાળ બની ગઈ છે. હવે આ આપણા બંધારણનો ભાગ નથી. આ બધું પીએમ નરેન્દ્ર મોદીના જોરદાર નિર્ણયને કારણે થયું છે. કલમ 370 ઈતિહાસ બની ગઈ છે. અમે એને ક્યારેય આવવા દઈશું નહીં. રાહુલ અને કોંગ્રેસને 2 સવાલ પૂછ્યા જમ્મુ અને કાશ્મીરમાં 90 વિધાનસભા બેઠક છે, જેમાંથી 47 ખીણમાં અને 43 જમ્મુ વિભાગમાં છે. રાજ્યમાં ત્રણ તબક્કામાં 18 સપ્ટેમ્બર, 25 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરે ચૂંટણી યોજાવાની છે. પરિણામ 8 ઓક્ટોબરે આવશે. ભાજપના ઠરાવપત્રની 4 મોટી બાબત
મહિલાઓ માટે: ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને દર વર્ષે 2 મફત એલપીજી સિલિન્ડર. મા સન્માન યોજના દ્વારા, દરેક પરિવારની સૌથી વરિષ્ઠ મહિલાને દર મહિને 18 હજાર રૂપિયાની આર્થિક સહાય. મહિલા સ્વ-સહાય જૂથની લોન માફીની જાહેરાત. વિદ્યાર્થીઓ માટે, યુવાનો માટે: પંડિત પ્રેમનાથ ડોગરા રોજગાર યોજના દ્વારા 5 લાખ રોજગારની તકોનું સર્જન. પ્રગતિ શિક્ષા યોજના હેઠળ, કોલેજના વિદ્યાર્થીઓને દર વર્ષે 3 હજાર રૂપિયાનું પરિવહન ભથ્થું. JKPSC અને UPSCની તૈયારી માટે 2 વર્ષ માટે રૂ. 10,000 કોચિંગ ફીની નાણાકીય સહાય. ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ટેબ્લેટ અને લેપટોપ મળશે. રાજ્યના વિકાસ માટેઃ શ્રીનગરના દાલ સરોવરને વિશ્વકક્ષાનું પ્રવાસન સ્થળ બનાવવામાં આવશે. શ્રીનગરના ટેટૂ ગ્રાઉન્ડમાં એક એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવામાં આવશે. ડોડા, કિશ્તવાડ, રામબન, રાજૌરી, પૂંછ, ઉધમપુર અને કઠુઆના ઉપરના વિસ્તારોને પ્રવાસી ઉદ્યોગો તરીકે અપડેટ કરવામાં આવશે. કાશ્મીર ખીણમાં ગુલમર્ગ અને પહેલગામને આધુનિક પ્રવાસન શહેર બનાવવામાં આવશે. શ્રીનગરમાં તાવી રિવરફ્રન્ટ બનાવવામાં આવશે. રણજિતસાગર ડેમ બસોહલી માટે અલગ તળાવ વિકાસ સત્તામંડળની રચના કરવામાં આવશે. આઈટી હબને જમ્મુમાં સ્પેશિયલ ઈકોનોમિક ઝોન તરીકે બનાવવામાં આવશે રોજગારઃ પંડિત પ્રેમનાથ ડોગરા રોજગાર યોજના દ્વારા 5 લાખ નોકરી આપવામાં આવશે. મોદી-શાહ સહિત 40 સ્ટારપ્રચારકો બનાવ્યા
ભાજપે જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીપ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને પાર્ટી-અધ્યક્ષ જેપી નડ્ડા સહિત 40 સ્ટારપ્રચારકોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં શિવરાજ ચૌહાણ, યોગી આદિત્યનાથ અને સ્મૃતિ ઈરાનીનાં નામ પણ છે. ભાજપ કાશ્મીરની કેટલીક બેઠકો પર અપક્ષ ઉમેદવારોને સમર્થન આપી શકે છે
જમ્મુ અને કાશ્મીર ભાજપના અધ્યક્ષ રવીન્દર રૈનાએ કહ્યું હતું કે ખીણના કેટલાક મતવિસ્તારોમાં જમીની સ્થિતિને ધ્યાનમાં રાખીને ભાજપ કેટલાક અપક્ષ ઉમેદવારોને સમર્થન આપી શકે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે હાલ સમગ્ર જમ્મુ-કાશ્મીરમાં ભાજપની ભારે લહેર છે. હું વિશ્વાસ સાથે કહું છું કે જમ્મુ-કાશ્મીરમાં ભાજપની સરકાર બનશે. જમ્મુ-કાશ્મીરમાં ભાજપ પ્રચંડ બહુમતી સાથે સરકાર બનાવશે. કોંગ્રેસ-નેશનલ કોન્ફરન્સ ચૂંટણી પૂર્વે ગઠબંધન કરે છે
કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ (NC)એ ચૂંટણી પૂર્વે ગઠબંધન કર્યું છે. એનસી 52 સીટ પર અને કોંગ્રેસ 31 સીટ પર ઉમેદવારો ઊભા કરી રહી છે. બંને પક્ષોએ બે બેઠક છોડી છે, એક ખીણમાં CPI(M) માટે અને બીજી જમ્મુ વિભાગમાં પેન્થર્સ પાર્ટી માટે. એનસી અને કોંગ્રેસ બંને જમ્મુ વિભાગની નગરોટા, બનિહાલ, ડોડા અને ભદરવાહની પાંચ બેઠક અને ખીણની સોપોર પર તેમના ઉમેદવારો ઊભા કરશે, જેને ગઠબંધન 'મૈત્રીપૂર્ણ સ્પર્ધા' કહે છે. છેલ્લી વિધાનસભા ચૂંટણી 2014માં યોજાઈ હતી
જમ્મુ-કાશ્મીરમાં છેલ્લે 2014માં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. ત્યાર બાદ ભાજપ અને પીડીપીએ ગઠબંધન સરકાર બનાવી હતી. 2018માં ગઠબંધન તૂટ્યા પછી સરકાર પડી. આ પછી રાજ્યમાં 6 મહિના માટે રાજ્યપાલ શાસન ( એ સમયે જમ્મુ અને કાશ્મીર બંધારણ મુજબ) હતું. આ પછી રાષ્ટ્રપતિશાસન લાગુ થયું. 2019ની લોકસભા ચૂંટણી રાષ્ટ્રપતિશાસન દરમિયાન યોજાઈ હતી, જેમાં ભાજપ પ્રચંડ બહુમતી સાથે કેન્દ્રમાં પરત ફર્યું હતું. આ પછી 5 ઑગસ્ટ, 2019ના રોજ ભાજપ સરકારે કલમ 370 નાબૂદ કરી અને રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશો (જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ)માં વિભાજિત કર્યું. આ રીતે જમ્મુ-કાશ્મીરમાં 10 વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.