માઉન્ટ એવરેસ્ટ પર જામ, 1 દિવસમાં 200 લોકો પહોંચ્યા:ભીડને કારણે બરફનો એક ભાગ તૂટી પડ્યો, 2 પર્વતારોહી 'ડેથ ઝોન'માં ખાબક્યા, સર્ચ ઓપરેશન ચાલુ - At This Time

માઉન્ટ એવરેસ્ટ પર જામ, 1 દિવસમાં 200 લોકો પહોંચ્યા:ભીડને કારણે બરફનો એક ભાગ તૂટી પડ્યો, 2 પર્વતારોહી ‘ડેથ ઝોન’માં ખાબક્યા, સર્ચ ઓપરેશન ચાલુ


​​​​​​વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ પર ટ્રાફિકજામ થઈ ગયો છે. એકસાથે 200 પર્વતારોહક 8,790 મીટરની ઉંચાઈએ સાઉથ સમિટ અને હિલેરી સ્ટેપ પર પહોંચ્યા છે. 8,848 મીટર ઊંચો માઉન્ટ એવરેસ્ટ અહીંથી 200 ફૂટ દૂર છે. ભીડ ભેગી થવાને કારણે અહીં બરફનો એક ભાગ તૂટી ગયો હતો. આ દરમિયાન 6 પર્વતારોહક ત્યાં ફસાઈ ગયા હતા. જો કે, આમાંથી 4 લોકો દોરડાની મદદથી ઉપર આવવામાં સફળ રહ્યા હતા. બે પર્વતારોહક (એક બ્રિટિશ અને નેપાળી) હજારો ફૂટ નીચે પડ્યા અને બરફમાં દટાઈ ગયા હતા. આ ઘટના 21 મેના રોજ બની હતી, જેનો વીડિયો હવે સામે આવ્યો છે. 4 દિવસ સુધી બરફમાં ફસાયા બાદ બંને પર્વતારોહકોના મોતની આશંકા છે. નેપાળના પ્રવાસન અધિકારીઓએ જણાવ્યું હતું કે બંને લોકો એવરેસ્ટ પર ચઢી રહેલા 15 પર્વતારોહકોના ગ્રપમાં સામેલ હતા. જ્યારે બરફનો એક ભાગ તૂટી ગયો, ત્યારે તેઓ દક્ષિણ સમિટ તરફ પડ્યા. આને ટેકરીનો ડેથ ઝોન કહેવામાં આવે છે, જ્યાં ઓક્સિજનનું સ્તર ખૂબ જ ઓછું હોય છે. 4 દિવસથી ચાલી રહ્યું છે સર્ચ ઓપરેશન, બચવાની આશા ઘણી ઓછી છે
એડવેન્ચર કંપની 8K એક્સપિડિશન્સે જણાવ્યું હતું કે બચાવકર્મીઓ બે પર્વતારોહકને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો કે, હવે તેમના બચવાની શક્યતાઓ ઘણી ઓછી છે. ચઢાણનું નેતૃત્વ કરી રહેલી કંપનીએ કહ્યું કે હિલેરી સ્ટેપ પરથી બરફનો ટુકડો પડ્યો હતો. તે શિખર નજીક બરફનો એક ઊભો ભાગ હતો. અહીંથી બંને પર્વતારોહક તિબેટ તરફ પડ્યા. ખરેખરમાં, એવરેસ્ટ પર ચઢવા માટેની વિન્ડો 21 મેના રોજ સવારે 8 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી જ ખોલવામાં આવી હતી. બધા પર્વતારોહક શિખર પર પહોંચવા માટે હરીફાઈ કરતા હતા. દરેક પર્વતારોહકને માત્ર બે મિનિટ માટે શિખર પર રોકવાની છૂટ હતી. સામાન્ય રીતે, પર્વતારોહકોને એવરેસ્ટની ટોચ પર રોકવા માટે માત્ર 10 મિનિટનો સમય આપવામાં આવે છે. આના ત્રણ કારણો છે - પ્રથમ, ઘણા પર્વતારોહક કતારમાં રહે છે. બીજું, અહીંનું હવામાન ગમે ત્યારે ખરાબ થઈ જાય છે, અહીં બરફનું તોફાન આવવાની શક્યતા છે અને ત્રીજું, ઊંચાઈ વધુ હોવાને કારણે અહીં ઓક્સિજન ખૂબ જ ઓછો થઈ જાય છે. પર્વતારોહકો બેકપેકમાં લઈ જવામાં આવતા ઓક્સિજન સિલિન્ડરોના પુરવઠા પર આધાર રાખે છે. તેઓએ આ સપ્લાય પર પણ પરત ફરવું પડે છે. આ વખતે એવરેસ્ટ પર 419 પર્વતારોહકોનો રેકોર્ડ છે, જેમાંથી 29 ભારતીય છે
બેઝ કેમ્પના ચીફ ખીમ લાલ ગૌતમના જણાવ્યા અનુસાર, આ વર્ષે રેકોર્ડ 419 પર્વતારોહકને પરમિટ આપવામાં આવી હતી. જેમાં 343 પુરુષો અને 76 મહિલાઓ હતી. આ વખતે 62 દેશોના પર્વતારોહકોના 43 અભિયાનો હતા. વર્ષનું અભિયાન જૂનના પ્રથમ સપ્તાહમાં સમાપ્ત થશે. આ વખતે ભારતના 29 પર્વતારોહકોએ એવરેસ્ટ પર ચઢાણ પૂર્ણ કર્યું. નેપાળના પર્યટન વિભાગના જણાવ્યા અનુસાર, પર્વતારોહકો ઉપરાંત, 181 શેરપાઓ પણ એવરેસ્ટ પર વિવિધ અભિયાનોમાં સામેલ હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.