રાજકોટ જિલ્લા પંચાયતને રાજ્યની પહેલી પેપરલેસ કચેરી બનાવવા મથામણ શરૂ થઈ
તમામ ફાઈલો સ્કેન કરી ઈ-કોપી બનાવાશે, બજેટ પણ પેપરલેસ બનશે, તૈયારીઓ શરૂ.
રાજ્ય સરકારે ઈ-સરકાર પોર્ટલ શરૂ કર્યું છે જેનો ઉદ્દેશ્ય તમામ કામગીરી પેપરલેસ કરવાનો છે. આ કામગીરી 25 ડિસેમ્બરથી શરૂ થશે. સંપૂર્ણ પેપરલેસ થવામાં રાજકોટ જિલ્લા પંચાયત રાજ્યની પ્રથમ સરકારી કચેરી બને તે માટે જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ તાલીમના ધમધમાટ શરૂ કરીને 20 તારીખથી જ પેપરલેસ બનાવવા આદેશ કર્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.