'પાકિસ્તાન તેના કર્મોનું ફળ ભોગવી રહ્યું છે':જયશંકરે UNમાં પાકિસ્તાનને આપ્યો ધારદાર જવાબ, આતંકવાર પર આપી ચેતવણી - At This Time

‘પાકિસ્તાન તેના કર્મોનું ફળ ભોગવી રહ્યું છે’:જયશંકરે UNમાં પાકિસ્તાનને આપ્યો ધારદાર જવાબ, આતંકવાર પર આપી ચેતવણી


સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની 79મી બેઠકમાં સંબોધન કરતા વિદેશ મંત્રીએ પાકિસ્તાન પર નિશાન સાધ્યું. પોતાના 20 મિનિટના ભાષણમાં તેમણે પાકિસ્તાનની દાયકાઓ જૂની આતંકવાદ નીતિ પર ખુલીને વાત કરી હતી. જયશંકરે કહ્યું- ઘણા દેશો જાણીજોઈને એવા નિર્ણયો લે છે, જેના પરિણામો વિનાશક હોય છે. આપણો પાડોશી દેશ પાકિસ્તાન તેનું મોટું ઉદાહરણ છે. તે પોતાના કર્મોનું ફળ ભોગવી રહ્યો છે. તેની GDP માત્ર કટ્ટરવાદ અને આતંકવાદ ફેલાવવાના સંદર્ભમાં માપી શકાય છે. પાકિસ્તાનની સરહદપાર આતંકવાદની નીતિ ક્યારેય સફળ થઈ શકતી નથી અને થશે પણ નહીં. પાકિસ્તાન 1947માં તેની રચના બાદ સૌથી ખરાબ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. તે તેના વિનાશક પરિણામો સાથે જાણીજોઈમે લીધેલા નિર્ણયોને કારણે પાછળ રહી ગયુ છે. જયશંકરે કહ્યું- પાકિસ્તાનની નીતિ યુવાનોને કટ્ટરપંથી બનાવવાની છે
જયશંકરે ઈસ્લામાબાદની આતંકવાદ નીતિ પર કહ્યું કે જો આવી રાજનીતિ પોતાના લોકો (પાકિસ્તાનીઓ)માં એટલી કટ્ટરતા ઉભી કરે છે, તો તેની જીડીપીને માત્ર કટ્ટરપંથી અને આતંકવાદ ફેલાવવાના સંદર્ભમાં માપી શકાય છે. પોતાના યુવાનોને કટ્ટરપંથી બનાવવાની પાકિસ્તાનની નીતિ પર જયશંકરે કહ્યું - આજે આપણે જોઈએ છીએ કે જે દુષણો અન્યો પર લાદવાની કોશિશ કરવામાં આવી હતી તે પાકિસ્તાનના પોતાના સમાજને જ ગળી રહી છે. પાકિસ્તાન દુનિયાને દોષ આપી શકે નહીં, તે માત્ર તેમના કર્મ છે. પાકિસ્તાનના કબજામાંથી ભારતીય વિસ્તારને ખાલી કરાવવો
જયશંકરે કહ્યું હતું કે અન્યની જમીન પર લાલચ રાખનાર નિષ્ક્રિય રાષ્ટ્રનો પર્દાફાશ થવો જોઈએ. તેનો મુકાબલો કરવો જ જોઈએ. અમે ગઈકાલે આ મંચ પર કેટલાક વિચિત્ર દાવાઓ સાંભળ્યા. તેમણે કહ્યું કે મારે ભારતની સ્થિતિ સંપૂર્ણપણે સ્પષ્ટ કરવી જોઈએ. પાકિસ્તાનની સરહદ પાર આતંકવાદની નીતિ ક્યારેય સફળ નહીં થાય. અને તેને સજાથી બચવાની કોઈ આશા ન રાખવી જોઈએ. ખોટા કાર્યોના પરિણામો ચોક્કસપણે સામે આવશે. જયશંકરે કહ્યું કે ભારત પાસે હવે માત્ર એક જ મુદ્દો બચ્યો છે કે તે પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર રીતે કબજે કરેલા ભારતીય વિસ્તારને ખાલી કરાવવાનો છે. શાહબાઝ શરીફે UNGAમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો
શુક્રવારે પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે UNGAમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કાશ્મીરની તુલના પેલેસ્ટાઈન સાથે કરી હતી. પોતાના 20 મિનિટના ભાષણમાં શરીફે કલમ 370 અને બુરહાન વાનીનો પણ ઉલ્લેખ કર્યો હતો. શરીફે કહ્યું હતું કે ભારત સતત પોતાની સૈન્ય તાકાત વધારી રહ્યું છે. તેનો ઉપયોગ તે પાકિસ્તાન સામે કરી શકે છે. પાકિસ્તાનના PMએ ભારતને ચેતવણી આપતા કહ્યું કે પાકિસ્તાન LoC પર કોઈપણ હુમલાનો જવાબ આપશે. PM શરીફે કહ્યું કે કાશ્મીરમાં શાંતિ જાળવી રાખવા માટે ભારતે કલમ 370નો નિર્ણય પાછો ખેંચવો જોઈએ. તેમણે કહ્યું કે પેલેસ્ટાઈનના લોકોની જેમ કાશ્મીરના લોકોએ પણ એક સદી સુધી તેમની આઝાદી માટે સંઘર્ષ કર્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.