હાર્ટ શેપ્ડ પન્ના, સવા કરોડનો ‘રાણી હાર’:500 કેરેટનો રાધા-ગોવિંદ-મોરની ડિઝાઇનવાળો દુલ્હન હાર, જયપુરમાં અંબાણી પરિવારની બ્રાઇડલ થીમ પર બનાવેલી જ્વેલરીનું પ્રદર્શન
અંબાણી પરિવારની બ્રાઈડલ થીમ પર બનેલી જ્વેલરી ઉદ્યોગપતિઓને ખૂબ આકર્ષી રહી છે. આ ઉપરાંત રાધા-ગોવિંદ અને મોરના ફોટાવાળો સોનાનો હાર, દિલ આકારમાં પન્ના જોવા લોકોની ભીડ જામે છે. શુક્રવારે જયપુરમાં શરૂ થયેલા જ્વેલરી એસોસિયેશન શો (JAS)માં દેશના પ્રખ્યાત જ્વેલર્સ અને રત્ન ઉદ્યોગપતિઓ આવી રહ્યા છે. અહીં અલગ-અલગ ડિઝાઇનમાં બનેલી જ્વેલરી અને રત્નો પ્રદર્શિત કરવામાં આવ્યા છે. દરેક બૂથ પર રંગબેરંગી રત્નો અને સુંદર ઘરેણાં
સીતાપુરાના નોવાટેલ એક્ઝિબિશન સેન્ટરમાં 7 જુલાઈ સુધી ચાલનારા આ શોમાં 275 બૂથ બનાવવામાં આવ્યાં છે. દરેક બૂથ રંગબેરંગી રત્નો અને સુંદર આભૂષણોથી શણગારવામાં આવે છે, જેમાં રત્નોનાં 161 બૂથ અને જ્વેલરીનાં 114 બૂથનો સમાવેશ થાય છે. આ વખતે સૌથી ખાસ છે હાર્ટ શેપ્ડ નીલમણિ(પન્ના). એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ દેશના કોઈપણ શોમાં જોવા નહીં મળે. વિવિધ દેશોમાંથી મગાવીને જયપુરમાં તૈયાર થાય છે પન્ના
આ પ્રદર્શન જયપુર જ્વેલર એસોસિયેશન દ્વારા સવારે 10થી સાંજે 6 દરમિયાન ચલાવવામાં આવી રહ્યું છે. અહીં ઝામ્બિયન પન્ના પણ વેચાણ માટે રાખવામાં આવ્યા છે. તે હાર્ટ શેપ્ડ સહિત પિયર, ઓક્ટાગન, કુશન, ઓવલ, માર્કિટ અને રાઉન્ડ શેપમાં ઉપલબ્ધ છે. આ પન્ના બ્રાઝિલ, જામિયા, રશિયા, ઇથોપિયા, કોલંબિયા અને અન્ય દેશોમાંથી ખરીદવામાં આવે છે અને જયપુરમાં તૈયાર કરવામાં આવે છે. આ શોમાં દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ, કોલકાતા, મેરઠ જેવા શહેરોના 14થી વધુ ઉદ્યોગપતિઓ ભાગ લઈ રહ્યા છે. B2B ફોર્મેટ (બિઝનેસ ટુ બિઝનેસ) પર આ પાંચમો શો છે. 200 વર્ષ જૂનું પન્ના વજન - 180 કેરેટ
200 વર્ષ જૂના પન્નાએ શોમાં બધાનું ધ્યાન ખેંચ્યું હતું. પન્ના લઇને આવેલા નીતિન રામ ભજોએ લાવનાર નીતિન રામ ભજોએ જણાવ્યું હતું કે તેમણે નેકલેસ ડિઝાઇન કર્યો છે. તેમાં 200 વર્ષ જૂનો પન્ના છે. મારા દાદાજીએ આ પન્ના ખરીદ્યો હતો. અમે તેને નેકલેસમાં જડ્યો છે. આ એક વિશિષ્ટ અને ખૂબ ખર્ચાળ પીસ છે. આ નીલમણિ 180 કેરેટનો છે. હાર્ટ શેપ્ડ પન્ના વજન - 642 કેરેટ શોમાં હાર્ટ શેપ્ડ પન્ના લાવનાર અશોક મહેશ્વરીએ કહ્યું - હાર્ટ શેપ્ડ પન્ના 642 કેરેટનો છે. આ સિંગલ લે આઉટ છે. આ ઇન્ડિયાના કોઈપણ પ્રદર્શનમાં જોવા મળશે નહીં. આને જયપુરમાં જ કારીગરો પાસે તૈયાર કરાવવામાં આવ્યો છે, જેમાં લગભગ 10થી 15 દિવસ લાગ્યા છે. કટિંગથી લઇને ગાંઠ અને પ્રી-પોલિશિંગ સુધીનું કામ કરવામાં આવે છે. સોનાનો રાણીનો હાર કિંમત- સવા કરોડ ઉપર શોમાં પન્ના અને સોનાથી બનેલો રાણી હાર આકર્ષણનું કેન્દ્ર છે. એની સુંદરતા જોઈ શકાય છે. આ પ્રકારના હાર ચહેરાની સુંદરતા માટે ખાસ માનવામાં આવે છે. આજકાલ આ પ્રકારનાં ઘરેણાંની માગ સૌથી વધારે છે. આ પ્રકારના વિવિધ હાર ડિઝાઈન કરવામાં આવ્યા છે, જેની કિંમત 5 લાખથી લઇને સવા કરોડ સુધી છે. હાર પર રાધા-ગોવિંદ અને મોર બન્યા વજન - 500 કેરેટ કિંમત- 10 લાખ રૂપિયા અહીં દુલ્હન માટે ખાસ રાધા-ગોવિંદ અને મોરથી બનેલા હારનો સેટ શોકેસ કરવામાં આવ્યો છે. એને જયપુરમાં જ તૈયાર કરવામાં આવ્યો હતો. તે 22 કેરેટ ગોલ્ડમાં બનેલો છે. શોમાં હાર લઇને આવેલાં શલભ દુસાદે જણાવ્યું- એમાં માણક અને પન્નાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એની કિંમત લગભગ 10 લાખ રૂપિયા છે. આ હારમાં રાધા-ગોવિંદ દેવજીને દર્શાવવામાં આવ્યાં છે. તેની નીચે મોર પણ બનેલો છે, જેના ઉપર આખું વર્ક કરવામાં આવ્યું છે. રુબી(માણેક) લાઇટ સ્ટોનથી બનેલો રામ દરબાર કિંમત- 11 લાખ શોમાં 500 કેરેટના રુબી (માણેક) લાઇટ સ્ટોનથી બનેલો રામ દરબાર પણ છે. રામ દરબાર શોકેસ કરનાર સુનીલ અગ્રવાલે જણાવ્યું- તેના એક પીસને બનાવવામાં ઓછામાં ઓછો દોઢ મહિનો લાગે છે. એની કિંમત લગભગ 11 લાખ રૂપિયા છે. રામ દરબાર સાથે રુબી લાઇટ સ્ટોનની કલગી સામેલ છે, જે ખાસ લાગી રહી છે. સાઉથની ગોલ્ડ જ્વેલરીમાં કોતરણી જોવાલાયક વજન- 200 ગ્રામથી સવા કિલો સુધી આ શોમાં સાઉથની ગોલ્ડ જ્વેલરી (કમરબંધ, હાર સેટ વગેરે) સામેલ છે. એ 22 કેરેટ ગોલ્ડની બનેલી છે. આ ટેમ્પલ જ્વેલરીની આઇટમ છે. એમાં પન્ના અને બિટ્સ સામેલ છે. એમાં અલગ પ્રકારની કોતરણી કરવામાં આવી છે. સાઉથમાં બનતાં આ ઘરેણાંનું પ્રચલન નોર્થમાં પણ વધ્યું છે. આ ઘરેણાં 200 ગ્રામથી શરૂ થઈને સવા કિલો સુધીનાં છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.