ઝારખંડમાં પણ રિસોર્ટ પોલીટિક્સ શરૂ : હેમંત સરકાર ખતરામાં હોવાની આશંકા - At This Time

ઝારખંડમાં પણ રિસોર્ટ પોલીટિક્સ શરૂ : હેમંત સરકાર ખતરામાં હોવાની આશંકા


નવી દિલ્હી,તા. 27 ઓગસ્ટ 2022, શનિવાર ઝારખંડમાં રાજકીય સંકટ વચ્ચે હવે નવા પ્રકારના રિસોર્ટ પોલિટિક્સની શરુઆત થઇ  છે. ઝારખંડની રાજધાની રાંચીમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. મુખ્યમંત્રી હેમંત સોરેનની પાર્ટી ઝારખંડ મુક્તિ મોરચાએ પોતાના ધારાસભ્યોને રિસોર્ટમાં મોકલવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.મળતી માહિતી પ્રમાણે ઝારખંડના રાજ્યપાલ રમેશ બૈસ મુખ્યમંત્રી હેમંત સોરેનને ધારાસભ્ય પદ માટે ગેરલાયક હોવનો આદેશ શનિવારે ચૂંટણી પંચ (ECI)ને મોકલી શકે છે, એમ રાજભવનના સૂત્રોએ જણાવ્યું હતું.અહેવાલ અનુસાર જો જરૂર પડે તો ગઠબંધન સરકારના ધારાસભ્યોને ‘મિત્ર રાજ્યો’ પશ્ચિમ બંગાળ અથવા છત્તીસગઢ મોકલવાની તૈયારી પણ કરવામાં આવી છે. ભાજપના ડરથી ટોચના નેતાઓ આ નિર્ણય કરી રહ્યાં હોવાનું મનાઈ રહ્યું છે. આ દરમિયાન કોંગ્રેસ ધારાસભ્ય દીપિકા પાંડે પણ બેગ લઈને સીએમ આવાસ પર પહોંચ્યા છે. પાંડેએ કહ્યું કે, સરકારના તમામ ધારાસભ્યોને વીકએન્ડ મનાવવાનો અધિકાર છે. જોકે હજુ સુધી કંઈ નક્કર માહિતી આપવામાં આવી નથી. હું તો મારી કારમાં હંમેશા એક બેગ રાખું જ છું.કોંગ્રેસના એક નેતાએ સમાચાર એજન્સી જણાવ્યું હતું કે, "અમારા ગઠબંધનના ધારાસભ્યોને છત્તીસગઢ અથવા પશ્ચિમ બંગાળ મોકલવા માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે બંને નોન-ભાજપ સરકારો દ્વારા સંચાલિત છે. ધારાસભ્યોને રોડ માર્ગે લઈ જવા માટે ત્રણ લક્ઝરી બસો રાંચી પહોંચી ગઈ છે." કેટલાક એસ્કોર્ટ વાહનો પણ હશે.વ્યૂહરચના ઘડવા માટે મુખ્યમંત્રીના આવાસ પર સત્તાપક્ષના ગઠબંધનના ધારાસભ્યોની બેઠકનો ત્રીજો રાઉન્ડ ચાલી રહ્યો છે. આ બેઠકમાં હેમંત સોરન ગેરલાયક ઠરશે તો નવા મુખ્યમંત્રી કોણ હશે ? તે અંગે પણ તમામ ધારાસભ્યોને એકસૂત્રતામાં બાંધવામાં આવી રહ્યાં છે.Jharkhand political crisis | Buses carrying Jharkhand MLAs leave from the residence of CM Hemant Soren in Ranchi after the meeting of UPA Legislators concludes pic.twitter.com/Kkb50FO2b8— ANI (@ANI) August 27, 2022 આ કેસમાં BJP સાસંદ નિશિકાંત દુબેનું ટ્વીટ સામે આવ્યુ છે જેમાં તેમણે લખ્યુ છે કે,"ઝારખંડ મુક્તિ મોર્ચાના સૂત્રો પ્રમાણે કેટલાક ધારાસભ્યો સવારે 2 વાગ્યે છત્તીસગઢ પહોંચ્યા હતા. મોટાભાગના ધારાસભ્યો જવામાં અચકાતા હતા. ઝામુમોના વરિષ્ઠ નેતા બસંત સોરેનના આદેશની રાહ જોઈ રહ્યા છે. ધારાસભ્યો માટેની કેટલીક બસો રાંચીમાં પાર્ક કરવામાં આવી છે.સૂત્રોએ જણાવ્યું કે તમામ શાસક ધારાસભ્યો તેમના જરૂરી સામાન સાથે બેઠકમાં હાજરી આપી રહ્યા છે. અન્ય એક સૂત્રએ જણાવ્યું કે, "જો જરૂર પડશે તો તમામ શાસક ધારાસભ્યોને એક જગ્યાએ મોકલવામાં આવશે."


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.