*બોટાદ જિલ્લાના વિવિધ તાલુકાઓની તાલુકા સેવા સદન-મામલતદાર કચેરીઓના વિસ્તારને પ્રતિબંધિત વિસ્તાર તરીકે જાહેર કરવા અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી તરફથી પ્રસિધ્ધ કરાયેલું જાહેરનામું* - At This Time

*બોટાદ જિલ્લાના વિવિધ તાલુકાઓની તાલુકા સેવા સદન-મામલતદાર કચેરીઓના વિસ્તારને પ્રતિબંધિત વિસ્તાર તરીકે જાહેર કરવા અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી તરફથી પ્રસિધ્ધ કરાયેલું જાહેરનામું*


*બોટાદ જિલ્લાના વિવિધ તાલુકાઓની તાલુકા સેવા સદન-મામલતદાર કચેરીઓના વિસ્તારને પ્રતિબંધિત વિસ્તાર તરીકે જાહેર કરવા અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી તરફથી પ્રસિધ્ધ કરાયેલું જાહેરનામું*
-----------

માહિતી બ્યુરો, બોટાદ તા.૫ :- બોટાદ જિલ્લામાં આવેલ વિવિધ તાલુકાઓની તાલુકા સેવા સદન/મામલતદાર કચેરીઓ ખાતે બોટાદ જિલ્લાના વિવિધ તાલુકામાંથી મોટી સંખ્યામાં અરજદારશ્રીઓ- જુદી જુદી સંસ્થાઓ, તાલુકા સેવા સદન – મામલતદાર કચેરીઓ ખાતે પોતાની વિવિધ માંગણીઓ તથા રજુઆતો માટે અવરજવર કરતા હોય છે.

તાજેતરમાં જિલ્લાની વિવિધ કચેરીઓથી પાસેથી પોતાની માંગણી અન્વયે અસંતોષ થતા અરજદારશ્રીઓ/જુદી જુદી સંસ્થાઓ દ્વારા જિલ્લા સેવા સદન, તાલુકા સેવા સદન, મામલતદાર કચેરીઓના પ્રાંગણમાં ઉપવાસ, રેલી, ધરણા કે આત્મવિલોપન કરવા આવતા હોય છે જેના કારણે તંગદિલીભર્યું વાતાવરણ સર્જાય અને આવા કિસ્સામાં અરજદારોની મોટી સંખ્યા ધ્યાને લેતા કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે. આ ઉપરાંત હાલની કોવિડ કોરોના મહામારીની સ્થિતિ પ્રવર્તતી હોઈ તેમજ સુલેહ શાંતિ જળવાઈ રહે અને સરકારી માલ મિલ્કતને નુકશાન ન થાય તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર બોટાદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી મુકેશ પરમારે તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા બોટાદ જિલ્લામાં આવેલ વિવિધ તાલુકા સેવા સદન/મામલતદાર કચેરીઓના પરિસરના વિસ્તારોને તા.૦૪/૦૭/૨૦૨૨ થી તા.૦૧/૦૯/૨૦૨૨ સુધી પ્રતિબંધિત વિસ્તાર જાહેર કર્યો છે.

આ જાહેરનામામાં દર્શાવ્યા મુજબ કોઈએ ઉપવાસ પર બેસવું નહી કે ધરણા કાર્યક્રમ સભાઓનું આયોજન કરવું નહી, જાહેર સુલેહ શાંતિ જોખમાય તેવા સૂત્રો પોકારવા નહી, જાહેર સુલેહ શાંતિ જોખમાય તેવી અફવાઓ ફેલાવવી નહી, કોઈપણ વ્યકિતએ પૂર્વ મંજૂરી સિવાય લાઠી અગર ઈજા થાય તેવા હથિયાર સાથે રાખીને પ્રવેશ કરવો નહી, કોઈ વિસ્ફોટક પદાર્થ અથવા આગ લાગે તેવો પદાર્થ સાથે રાખવો નહી તેમજ કોઈએ કેન્દ્ર તથા રાજ્ય સરકારની કોવિડ કોરોનાની ગાઈડલાઈન ધ્યાને લઈ સોશ્યલ ડીસ્ટન્સીંગનો ભંગ ન કરવા અંગે ઉક્ત પ્રતિબંધિત વિસ્તારમાં અમુક કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.

આ હુકમ સરકારી નોકર કે સરકારશ્રીની ફરજ પર હોય તેવી વ્યક્તિઓને લાગુ પડશે નહી. આ જાહેરનામાનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર કે મદદ કરનાર સજાને પાત્ર થશે. જાહેરનામાનો અમલ અને તેના ભંગ બદલના પગલા લેવા માટે કોઇપણ પોલીસ સબ ઇન્સપેક્ટર તથા તેના ઉપરના અધિકારીશ્રીઓને અધિકૃત કરવામાં આવ્યાં છે.
૦૦૦૦૦


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.