બોટાદ જિલ્લા કલેક્ટર કચેરીની સુંદરતામાં ચાર ચાંદ લાગ્યા સ્વચ્છતા હી સેવા અંતર્ગત જિલ્લા સેવા સદનના પરિસરને સ્વચ્છતાના આભૂષણો પહેરાવતા સફાઈ કર્મીઓ
(ચેતન ચૌહાણ દ્વારા)
સ્વચ્છતા હી સેવાના 10મા તબક્કા હેઠળ સમગ્ર બોટાદ જિલ્લામાં અને તેના તમામ તાલુકાઓમા સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. બોટાદ જિલ્લાને સ્વચ્છ બનાવવા તાલુકાઓ અને ગામડાઓમાં જિલ્લા વહીવટી તંત્રના સહિયારા પ્રયાસે તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત દ્વારા તમામ સરકારી કચેરીઓ તેમજ જાહેર સ્થળોને પણ સ્વચ્છ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
જેના ભાગરૂપે બોટાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સફાઈ કામગીરી કરવામાં આવી હતી. આ તકે જિલ્લા સેવા સદનના પરિસરને સફાઈ કર્મીઓ દ્વારા સઘન સ્વચ્છતા હાથ ધરવામાં આવી હતી. કલેકટર કચેરીના તમામ વિભાગોમાં સફાઈ કામ કરાયું હતું તેમજ લીફ્ટ, બાકડા, ગાર્ડન વિસ્તાર સહિત પરિસરની સફાઈ કરવામાં આવી હતી. સફાઈ બાદ સમગ્ર પ્રાંગણની સુંદરતા વધી ગઈ હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.