લીલીયા મોટા ખાતે રઘુવીર સેના આયોજિત સરસ્વતી સન્માન કાર્યક્રમ યોજાશે - At This Time

લીલીયા મોટા ખાતે રઘુવીર સેના આયોજિત સરસ્વતી સન્માન કાર્યક્રમ યોજાશે


લીલીયા મોટા ના જલારામ મંદિર ખાતે લોહાણા સમાજ લીલીયાના તેજસ્વી બાળકોને પ્રોત્સાહિત અને ઉત્સાહ વધારવા માટે રઘુવીર સેના આયોજિત સરસ્વતી સન્માન કાર્યક્રમ આવનાર તારીખ 23- 6-2024 રવિવાર ને સાંજના 6:30 કલાકે જલારામ મંદિર લીલીયા મોટા ખાતે યોજવામાં આવશે આ કાર્યક્રમમાં ધવલભાઇ ભીમજીયાણી બાળકોને માર્ગદર્શન આપશે સાથે આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા રઘુવીર સેનાના અધ્યક્ષ વિશાલભાઈ સોઢા, ભાવેશભાઈ સોઢા,હિતેશભાઈ માનસેતા,પિયુષભાઈ સોનપાલ,સંજયભાઈ વણઝારા,વિશેષ ઉપસ્થિત રહી સમાજના લોકોને માર્ગદર્શન આપશે તેમજ આ સમગ્ર કાર્યક્રમ ના ભોજન ના દાતા સ્વ જેન્તીભાઈ.પી.રવાણી હસ્તે કિરીટભાઈ જે રવાણી, વિનુભાઈ જે રવાણી તેમજ તેજસ્વી બાળકોને આપવામાં આવતી કીટના દાતા શ્રીમતી હંસાબેન હિતેશભાઈ કારીયા તેમજ બીપીનભાઈ રવાણી( પત્રકાર )ઉપેન્દ્રભાઈ નાગ્રેચા છે જ્યારે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમાજના તમામ યુવાનો વડીલો આગેવાનોને સાથ સહકાર આપવા માટે રઘુવીર સેનાના પ્રમુખ કિરીટભાઈ રવાણી દ્વારા આહવાન કરવામાં આવેલ છે તેમ ઇમરાન પઠાણ ની અખબારી યાદી માં જણાવેલ છે.

રિપોર્ટર
ઇમરાન એ પઠાણ
લીલીયા મોટા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.