સાયલાનાં ગોસળ ગામના પાટિયા પાસે કારમાં વિદેશી દારૂનો જથ્થો લઇ જતા બે શખ્સોને ઝડપી લીધા.
નાની મોટી કુલ બોટલ નંગ 804 કિં.રૂ. 2,55,475 તથા કાર રૂ.10,00,000 તથા મોબાઇલ નંગ 2 રૂ.10,000 સહીત કુલ રૂ.12,65,475 નો મુદ્દામાલ જપ્ત કર્યો.
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પોલીસને પેટ્રોલિંગ દરમિયાન અમદાવાદથી રાજકોટ તરફ જતી ક્રેટા કારમાં વિદેશી દારૂ હોવાની બાતમી મળતા સાયલા પીએસઆઇ એચ જી ગોહિલ, અમરભા ગઢવી, જયપાલસિંહ રાઠોડ, સુરેશભાઈ ખરગીયા, યુવરાજસિંહ ઝાલા સહિતના પોલીસ કર્મીઓએ ગોસલના પાટિયા પાસે વોચ રાખી હતી દરમિયાન પૂરઝડપે રાજકોટ તરફ જતી ક્રેટા કારના ચાલકને અટકાવતા નાસી છૂટ્યો હતો પરંતુ પોલીસે તેનો પીછો કરીને ઝડપી લીધો હતો અને પૂછપરછ દરમિયાન રાજસ્થાનના હનુમાનરામ બિશનોઈ અને બાજુની સીટમાં કૈલાશ જયરામ હોવાનું બહાર આવ્યું હતું પોલીસે તપાસ કરતા કારની પાછળની સીટ નીચે જુદા જુદા નંબરની 2 નંબર પ્લેટ જોવા મળી હતી પોલીસે આ બાબતે ઓનલાઈન તપાસ કરતા ક્રેટા કારમાં લગાવેલી નંબર પ્લેટ ખોટી હોવાનું બહાર આવ્યું હતું વધુમાં પોલીસે તપાસ કરતા રોયલ પ્રિમિયમ વિસ્કી, સિઝન વીસ્કી, ગોલ્ડન રિઝર્વ વિસ્કી, સિઝન ગોલ્ડ વિસ્કી સહિતના નાની મોટી કુલ 804 નંગ વિદેશી બોટલ કિં.રૂ. 2,55,475નો મુદ્દામાલ હાથ લાગ્યો હતો સાયલા પોલીસ સ્ટેશને કારચાલક સહિત વિદેશી જથ્થો લઈ જવામાં આવ્યો કારચાલક હનુમાન રામની પૂછપરછ કરતા તેને રાજસ્થાનના રિયાઝભાઈ મોયેલાએ વિદેશી દારૂ ગોંડલ તરફ લઈ જવાનો અને ત્યારબાદ ફોન કરવાનું જણાવ્યું હતું આ બાબતે સાયલા પોલીસે કારની કિં.રૂ. 10,00,000 અને 2 મોબાઈલ કિં.રૂ. 10,000 સહિત રૂ. 12,65,475 નો મુદ્દામાલ ઝડપી લઈને 3 શખસ સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.