સરદાર પટેલ વિદ્યાલયમાં શાંતિનાં પ્રતિકસમાં શ્વેત રંગનું મહત્વ સમજાવવા માટે શ્વેત વસ્ત્ર દિવસની ઊજવણી કરવામાં આવી - At This Time

સરદાર પટેલ વિદ્યાલયમાં શાંતિનાં પ્રતિકસમાં શ્વેત રંગનું મહત્વ સમજાવવા માટે શ્વેત વસ્ત્ર દિવસની ઊજવણી કરવામાં આવી


સરદાર પટેલ વિદ્યાલયમાં શાંતિનાં પ્રતિકસમાં શ્વેત રંગનું મહત્વ સમજાવવા માટે શ્વેત વસ્ત્ર દિવસની ઊજવણી કરવામાં આવી

આજરોજ સરદાર પટેલ વિદ્યાલયમાં શાંતિનાં પ્રતિક સમાં શ્વેત રંગનું મહત્વ સમજાવવા માટે શ્વેત વસ્ત્ર દિવસ ( white day )ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દરેક વિદ્યાર્થીઓ તેમજ તમામ સારસ્વત મિત્રો શ્વેત વસ્ત્ર પરિધાનમાં આવ્યા હતા. સારા અક્ષરનું આપણાં જીવનમાં અનેરું મહત્વ હોય છે. તેથી વિદ્યાર્થીઓમાં અક્ષર કેળવણી વિકસાવવા અર્થે આજ રોજ ધોરણ 2 થી 12 માં સુંદર લેખન સ્પર્ધાનું અનેરું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને આધુનિકતાનો પરિચય કરાવવા માટે ચંદ્રયાન - 3 નું લોન્ચિંગ સમૂહમાં દેખાડવામાં આવ્યું હતું. ત્યારબાદ રામાયણ / મહાભારતનાં વિડીઓ દ્વારા આધ્યાત્મિક જ્ઞાન પીરસવામાં આવ્યું હતું. જેમાં આપણી સનાતન સંસ્કૃતિ, સંસ્કારો, સત્યતા, નીતિ, સંયુક્ત કુટુંબભાવના, મિત્રતા, પ્રેમ, જેવા ગુણોનું સિંચન કરવામાં આવ્યું હતું. સરદાર પટેલ વિદ્યાલય ભાડલામાં ફક્ત ભણતર સાથે ગણતર જ નહીં, આધુનિકતા સાથે આધ્યાત્મ જ્ઞાન પણ પીરસવામાં આવે છે. વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ એ જ આ સરદાર પટેલ વિદ્યાલય ભાડલાનું લક્ષ્ય છે.

રિપોર્ટ હર્ષદ ચૌહાણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.