લીલીયા મોટા ભૂગર્ભ ગટર સંદર્ભે બેઠક બોલાવતા સરપંચ
લીલીયા મોટા ગ્રામ પંચાયત કચેરી ખાતે લીલીયા ગામના ગટર બાબતે સરપંચ જીવનભાઈ વોરા દ્વારા તમામ અધિકારીઓ સાથે બેઠકનું આગોતરું આયોજન કરવામાં આવેલ જેમાં સૌ પ્રથમ મામલતદાર શ્રી તાલુકા વિકાસ અધિકારી પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક ઇજનેર પી.જી.વી.સી.એલ ના ઇજનેર લીલીયા પોલીસ સ્ટેશન ના પી.આઈ પ્રતિનિધિ તેમજ ફોરેસ્ટ વિભાગના અધિકારી અમરેલી એસ.ટી ડેપો મેનેજર ગુજરાત ગેસ એજન્સીના મુખ્ય અધિકારી BSNL ના કર્મચારી મારુતિ કન્ટ્રક્શનના પ્રતિનિધિ ની સાથે મુખ્ય ગટર કામ અંતર્ગત મીટીંગ બોલાવવામાં આવેલ જેમાં આવેલ પાણી પુરવઠા બોર્ડના અધિકારી અને મારુતિ કન્ટ્રક્શનના પ્રતિનિધિને માહિતગાર કરાયા કે ગટરકામ દરમિયાન પાણીની પાઇપ લાઇનમાં ભંગાણ પડે તો પાણી પુરવઠા બોર્ડ તેમજ મારુતિ કન્ટ્રક્શન અને ગટર વિભાગના લોકો સાથે સંકલન કરી ત્વરિત સારી ગુણવત્તાવાળી પાઇપ લાઇન નું સમારકામ કરાવવું તેમજ ગુજરાત ગેસ એજન્સીને ગટર કામ દરમિયાન કોઈપણ જગ્યાએ ગેસની લાઈન લીકેજ થાય તો તાત્કાલિક કોઈ દુર્ઘટના ન ઘટે તેની કાળજી રાખી રીપેરીંગ કરાવવું તેવી જ રીતે એસટી વિભાગને પણ માહિતગાર કરાયા જેમાં ગટર કામ દરમિયાન બાયપાસ રસ્તો કરીએ તો એસ ટી બસને મુખ્ય પોઇન્ટ ફરજિયાત લાવવી તેમજ ફોરેસ્ટ વિભાગના અધિકારીને પણ જણાવેલ કે ભૂગર્ભ ગટરની આજથી અંદાજે 13 વર્ષ પહેલા નખાયેલ હોય અને કોઈપણ જગ્યાએ ગટર કામ દરમિયાન મોટું વૃક્ષ કાઢવાનું થાય તો સ્થળ તપાસ કરવી તેમજ પી.જી.વી.સી.એલ ના આવેલ કર્મચારીને પંપિંગ સ્ટેશન નંબર 1 અને પંપિંગ સ્ટેશન નંબર 2 બંનેના ટી.સી તથા નવા ફ્યુઝ રીપેરીંગ કરી આપવા તથા નવા 10 પોલ લીલીયા ગ્રામ પંચાયતના હેડે આપવા જેથી કરી ગટર કામ દરમિયાન કોઈ પણ જગ્યાએ થાંભલો ડેમેજ થાય અથવા તૂટી જાય તો તાત્કાલિક રીપેરીંગ કરી આપવા તેમજ કોઈ દુર્ઘટના ન ઘટે તેની તકેદારી રાખવા સરપંચ દ્વારા કહેવાયું તેવી જ રીતે પોલીસ સ્ટેશન થી આવેલા પ્રતિનિધિને પણ મીટીંગ દરમિયાન જાણ કરાય કે લીલીયામાં કોઈપણ જગ્યાએ ભૂગર્ભ ગટર નું કામ ચાલુ હોય તે દરમિયાન ખોટી રીતે અડચણ ઊભી કરે અથવા હેરાન કરે તેમ જ ફરજમાં રૂકાવટ કરે તો અથવા કાયદો હાથમાં લેતો એવા તત્વો પર ખાસ તકેદારી રાખવા સરપંચ જીવનભાઈ વોરા દ્વારા જણાવવામાં આવેલ તેમ ઈમરાન પઠાણ ની અખબારી યાદી માં જણાવેલ છે
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.