કાયદો ભલે ગમે તે કહે હમ નહિ સુધરેગે દામનગર શહેર ના ખોડિયારનગર અને ખેડૂત ને કાયમી રસ્તો મળતો નથી ને શેનો વિકાસ ?
કાયદો ભલે ગમે તે કહે હમ નહિ સુધરેગે
દામનગર શહેર ના ખોડિયારનગર અને ખેડૂત ને કાયમી રસ્તો મળતો નથી ને શેનો વિકાસ ?
દામનગર શહેર માં પ્રાથમિક સુવિધા માટે લબડતાં લોકો ને પાયા ની સુવિધા આપવા માં કાયદો ભલે ગમે તે કહે પણ ચા કરતા કીટલી ગરમ હમ નહિ સુધરેગે વાતવાતમાં વિકાસ પણ કોનો ? સત્તાધીશો નો સૌથી મોટી આર્થિક પછાત વસાહત ખોડિયારનગર અને ૪૦ થી ૪૦ જેટલા ખેડૂતો ને કાયમી રસ્તો આપવા નો કાયદો નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ ની ફરજિયાત જમીન સંપાદન કલમ ૬૯ માં સ્પષ્ટ જોગવાઈ છે કે કરોડો નું કોમ્પ્લેક્ષ હોય તો પણ રાજ્ય સરકાર ના ખર્ચે ખરીદી તેને પાડી શહેરીજનો ને કાયમી રસ્તો આપવો તેવી કાનૂની જોગવાઈ અને બંધારણીય અને કુદરતી હક્ક અધિકાર હોવા છતાં હજારો ગરીબ ગુરબા અને ખેડૂતો ને કાયમી તેનો અધિકાર આપતો નથી દામનગર પાલિકા ના સત્તાધીશો ની અણઆવડત છે કે ઈરાદો ?કાયદો ભલે ગમે તે કહે પણ રસ્તો ન આપવા નું પાલિકા સત્તાધીશો એ પ્રણ લીધું છે ? કે દબાણદારો ને મદદ કરાય રહી છે ? કારણ જે હોય તે પણ વર્ષો થી આર્થિક પછાત વસાહત ખોડિયારનગર અને ખેડૂતો ને કાયમી રસ્તો નથી મળતો ત્રણ થી ચાર હજાર વ્યક્તિ ઓના પરિવારો ભારે હાલાકી નો સામનો કરી રહ્યા છે પણ પાલિકા ના સત્તાધીશો મગ નું નામ મરી પડતા નથી ખોડિયારનગર અને ખેડૂતો ને કાયમી રસ્તો આપવા રાજ્ય સરકાર કરોડો રૂપિયા નું બજેટ ફાળવે છે કાયદો પણ રસ્તા આપવા ના સમર્થન માં છે પણ પાલિકા કેમ વિરોધ માં હશે ? લોકો ને કાયમી રસ્તો આપો એ ઉપકાર નથી લોકો નો અધિકાર છે પાલિકા ના સત્તાધીશો એ વ્યાપક જનહિત વિચારવું જોઈ એ તેમ યુવા આર્મી ના દીપકભાઈ નારોલા એ જણાવ્યું હતું
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.