ધોલેરા તાલુકાના સાંઢીડામાં 3 સંતાનના પિતા પર પ્રેમસંબંધ અંગે મહિલાના પતિ સહિત 3નો હુમલો.
ધોલેરા તાલુકાના સાંઢીડામાં 3 સંતાનના પિતા પર પ્રેમસંબંધ અંગે મહિલાના પતિ સહિત 3નો હુમલો
મહિલાના પતિ અને 2 સગાભાઇએ લાકડીઓ મારતા હાથે પગે ફ્રેક્ચર થઈ ગયું.
અમદાવાદ જીલ્લા ના ધોલેરાના સાંઢીડા ગામના ત્રણ સંતાનના પિતાને ગામનીજ પરણીત મહિલા સાથે પ્રેસંબંધ મુદ્દે મહિલાના પતિ અને બે ભાઇઓએ ભેગા મળી લાકડીથી માર મારતાં ત્રણ સંતાનના પિતાને હાથે પગે ફ્રેક્ચર થઈ જતા ધોલેરા પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે. અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકાના સાંઢીડા ગામમાં રહેતા ત્રણ સંતાનના પિતા અમરતભાઈ (નામ બદલેલ છે.) પોલેરા - ભાવનગર હાઈવે રોડ ઉપર આવેલ ઠાકરદ્વારા તરફ જવાના રસ્તા પાસે ઉભો હતાં ત્યારે ગામમાં રહેતા ત્રણ સગા ભાઈ લાકડીઓ લઈને આવ્યા હતા તે પૈકી એક ભાઈની પત્ની સાથે અમરતભાઈને પ્રેમસંબંધ હોય મહિલાના પતિ સુરેશભાઈ સાથે બોલાચલી કરી ગાળો દેવા લાગેલ અમરતભાઈએ ગાળો દેવાનીના પાડતા તેમની સાથે આવેલા તેમના બે ભાઈઓ પણ મહિલાના પતિનું ઉપરાણુ લઈ
અમરતભાઈ સાથે બોલાચાલી કરી ઝઘડો કરી ત્રણેય ભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને લાકડીનો એક ધા ડાબા પગે અને એક ઘા બરડામાં હાથે મારતા અમરતભાઈ નીચે પડતાં મહિલાના પતિએ બરડામાં તથા શરીરે ગડદા પાટુ મારતાં અમરતભાઈ બુમાબુમા કરવા લાગતાં માણસો ભેગા થઈ જતા ત્રણેય ભાઈ જતાં રહ્યા હતા અને જતા જતા કહેતા ગયેલ કે હવે પછી જો અમારા ઘર તરફ જોઈશ તો મારી નાખીશું.
રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.