એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયા દ્વારા ‘પશુ અધિકાર જાગૃતિ સપ્તાહ’ની ઉજવણી અંતર્ગત ઓનલાઇન સેમિનારનું આયોજન - At This Time

એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયા દ્વારા ‘પશુ અધિકાર જાગૃતિ સપ્તાહ’ની ઉજવણી અંતર્ગત ઓનલાઇન સેમિનારનું આયોજન


એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયા દ્વારા ‘પશુ અધિકાર જાગૃતિ સપ્તાહ’ની ઉજવણી અંતર્ગત ઓનલાઇન સેમિનારનું આયોજન

રાજકોટ એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયા એ પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ એક્ટ, 1960 (1960 ના નંબર 59) ની કલમ 4 હેઠળ 1962 માં સ્થપાયેલ અને હાલમાં પશુપાલન અને ડેરી મંત્રાલયના નેજા હેઠળ કાર્યરત એક વૈધાનિક સલાહકાર સંસ્થા છે. તેનો હેતુ સામાન્ય રીતે પ્રાણી કલ્યાણના પ્રચાર માટે અને ખાસ કરીને બિનજરૂરી પીડા અથવા વેદનાથી પ્રાણીઓને બચાવવાનો છે. એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયા દ્વારા પશુપાલન અને ડેરી મંત્રાલય સાથે સંકલનમાં રહીને પશુ, પક્ષી પ્રત્યે કરુણા રાખવા નાગરિકોમાં જાગૃતિ લાવવાના હેતુથી 17 થી 23 જૂન 2024 દરમિયાન ‘પશુ અધિકાર જાગૃતિ સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. તે અંતર્ગત 20 જૂન, 2024ના રોજ સવારે 10:45 થી 2:00 વાગ્યા સુધી સેમિનારનું આયોજન કરી રહ્યું છે. પ્રાણીઓના કલ્યાણમાં શારીરિક અને માનસિક સ્થિતિનો પણ સમાવેશ થાય છે. ભૂખ અને તરસથી મુક્તિ, અગવડતામાંથી મુક્તિ, પીડા, ઈજા અથવા રોગથી મુક્તિ, સામાન્ય વર્તન વ્યક્ત કરવાની સ્વતંત્રતા, ભય અને તકલીફમાંથી મુક્તિ એ પશુ,પક્ષી, પ્રાણીઓની સ્વતંત્રતા છે. પ્રાણી કલ્યાણ સંબંધિત રાષ્ટ્રીય મહત્વના મુદ્દાઓ પર સેમિનારમાં વક્તવ્ય આપવા માટે વિષય નિષ્ણાતોને આમંત્રિત કરવામાં આવ્યા છે. બ્લુ ક્રોસ ઓફ હૈદરાબાદના ફાઉન્ડર ચેરમેન શ્રીમતી અમલા અક્કીનેની દ્વારા દક્ષિણ ભારતમાં પશુ અધિકારોનાં 6 દાયકા જેમાં લોકો, સંસ્થાઓ, મુદ્દાઓ અને પડકારો વિશે, એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયાના સભ્ય સુશ્રી અંજલિ ગોપાલન દ્વારા પ્રાણી કલ્યાણ મુદ્દાઓ વિશે, એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયાના સભ્ય ડૉ. મણીલાલ વલિયાતે દ્વારા પ્રાણી અધિકારો વિશે, જેબીએફ ફાઉન્ડેશન, ગુવાહાટી, આસામના ડો. શશાંક દત્તા દ્વારા વ્યાપારી વેચાણ માટે પ્રાણીઓ સાથે થતાં દુર્વ્યવહાર વિશે, પીએફએ ઉત્તરાખંડના ટ્રસ્ટી ગૌરી મૌલેખી,એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઈન્ડિયાના ડૉ. ગિરીશ શાહ અને મિત્તલ ખેતાણી સાહિતનાઓની ટીમ દ્વારા પશુ સંરક્ષણ અને જાહેર આરોગ્ય વચ્ચેના જોડાણ વિશે, એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયાના કાનૂની સલાહકાર વિક્રમ ચંદ્રવંશી અને ડો. એસ. કે દત્તા દ્વારા વિવિધ વિષયો પર માહિતી આપવામાં આવશે. સેમિનારમાં ભાગ લેવા માટે સૌ પશુ પાલન સંસ્થાઓ, ગૌશાળાઓ, જીવદયા સંસ્થાઓને જાહેર આમંત્રણ એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઈન્ડિયાના ડૉ. ગિરીશ શાહ, મિત્તલ ખેતાણી દ્વારા પાઠવવામાં આવ્યું છે. આ અંગે વધુ માહિતી માટે એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઈન્ડિયાની વેબસાઇટ ચેક કરવા યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.