હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટની દીવાલ વરસાદમાં તૂટી, રિપેરિંગના દાવા વચ્ચે ડાયરેક્ટરે જાળી મુકીને સંતોષ માન્યો - At This Time

હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટની દીવાલ વરસાદમાં તૂટી, રિપેરિંગના દાવા વચ્ચે ડાયરેક્ટરે જાળી મુકીને સંતોષ માન્યો


રાજકોટ-અમદાવાદ હાઈવે પર ચોટીલા પાસે હીરાસરમાં રૂ. 2,654 કરોડના ખર્ચે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટનું નિર્માણ કરાયું છે. જોકે, નિર્માણના એક વર્ષમાં જ આ એરપોર્ટના કામમાં ભ્રષ્ટાચારની ચાડી ખાતાં દૃશ્યો સામે આવતા રહે છે. ટર્મિનલ બિલ્ડિંગ પાસે કેનોપી તૂટી પડી હતી. ત્યારબાદ 26 ઓગસ્ટે 15 ફૂટ લાંબી અને 50 ફૂટ જેટલી પહોળી દીવાલ ધરાશાયી થઈ જતાં CISFના જવાનોનો 24 કલાક ચોકી પહેરો રાખવામાં આવ્યો હતો. જોકે, હાલ હવે ત્યાં ટેમ્પરરી જાળી મૂકવામાં આવી છે. જો કે, દીવાલ પડી ત્યારે એરપોર્ટ ડાયરેક્ટરે કહ્યું હતું કે, અઠવાડિયામાં વોલ રિપેર કરી નાખવામાં આવશે. હવે વોલ બનાવવાને બદલે માત્ર જાળી મૂકીને સંતોષ માની લીધો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.