*સને-૨૦૦૫ ની સાલમાં અમદાવાદ શહેરના ખાડીયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ખુનના ગુનામાં અમદાવાદ મધ્યસ્થ જેલમાં પાકા કામના કેદી તરીકે સજા ભોગવી રહેલ અને ફલો રજા ઉપરથી છુટી-છેલ્લ ઓગણીસ વર્ષથી પેરોલ જમ્પ કરાર કેદીને ઝડપી પકડી પાડતી ઇડર પોલીસ - At This Time

*સને-૨૦૦૫ ની સાલમાં અમદાવાદ શહેરના ખાડીયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ખુનના ગુનામાં અમદાવાદ મધ્યસ્થ જેલમાં પાકા કામના કેદી તરીકે સજા ભોગવી રહેલ અને ફલો રજા ઉપરથી છુટી-છેલ્લ ઓગણીસ વર્ષથી પેરોલ જમ્પ કરાર કેદીને ઝડપી પકડી પાડતી ઇડર પોલીસ


નાયબ પોલીસ મહાનિરીક્ષક સા શ્રી વિરેન્દ્રસિંહ યાદવ ગાંધીનગર રેન્જ ગાંધીનગર તથા વિજય પટેલ પોલીસ અધિક્ષક સા શ્રી સાબરકાંઠા- હિંમતનગરનાઓએ સાબરકાંઠા જીલ્લામાં ઘણા લાંબા સમયથી પેરોલ/ફલો જમ્પ ગાળાના જામીન ફરારી તેમજ પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલ કેદીઓને ઝડપી પાડવા માટે એક્શન પ્લાન બનાવી તેઓના આશ્રય સ્થાનોની માહીતી એકત્રિત કરી કોમ્બીંગ કરી નાસતા ફરતા ઇસમોને પકડવા સારુ સુચના આપેલ હોઇ જે અનુસંધાને સ્મિત ગોહીલ નાયબ પોલીસ અધિક્ષક સા.શ્રી ઈડર વિભાગ ઇડર નાઓના માર્ગદર્શન હેઠળ પો.ઇન્સ સી.જી.રાઠોડ નાઓએ સર્વેલન્સ સ્ટાફના માણસો આ દિશામાં સતત વોચ રાખી કાર્યરત રહેવા સુચના આપેલ જે સુચના આધારે સર્વેલન્સ સ્ટાફના માણસોની જુદી જુદી ટીમો બનાવી જીલ્લામાં પેરોલ ફલો, વચગાળા જામીન, પોલીસ જાપ્તામાંથી, તેમજ જેલ ફરારી કેદીઓ તેમજ નાસતા ફરતા આરોપીઓને પણ ઝડપી પાડવા સારૂ યાદી તૈયાર કરી તેઓના સંભવિત આશ્રય સ્થાનોની માહીતી પ્રાપ્ત કરવા માટે સ્થાનિક બાતમીદારો રોકી તેઓને પ્રોત્સાહિત કરી તેમજ ટેકનિકલ ભ્રમુન સોર્સનો ઉપયોગ કરી તેઓને ઝડપી પાડવા માટે તેઓના આશ્રય સ્થાનો ઉપર કોમ્બીંગની ઝુબેશ હાથ ઘરી સતત કોમ્બીંગનું આયોજન હાથ ધરેલ. દરમ્યાન આજરોજ અમોને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, ફલો રજા ઉપરથી ફરારી પાકા કામનો કેદી નં.S/૮૯૮૭ રાકેશ સ/ઓ શાંમળદાસ રાણા રહે-શામ સાંગાની પોળ સારંગપુર ઘરનં.૧૪૦૧ અમદાવાદ નાનો હાલ ઈડર બસ સ્ટેશન ખાતે હોવાની માહિતી આધારે સર્વેલન્સના માણસોને તાત્કાલીક આયોજન બધ્ધ વ્યહાત્મક રીતે વોચ ગોઠવી મજકુર કેદીની ઓળખ પ્રસ્થાપિત કરી ઝડપી પાડેલ આમ. મજકુર કેદી રાકેશ સ/ઓ શાંમળદાસ રાણા રહે-શાંમ સાંગાની પોળ સારંગપુર ઘરનં.૧૪૦૧ અમદાવાદ વાળા વિરુધ્ધ સને૨૦૦૫ માં અમદાવાદ શહેરેના ખાડીયા પોલીસ સ્ટેશનમાં ખુનનો ગુનો નોંધાયેલ, જે ગુનામાં નામદાર કોર્ટ દ્વારા આજીવન કેદની સજા ફટકારેલ જે મજકુર કેદી રાકેશ સ/ઓ શાંમળદાસ રાણા રહે- શામ સાંગાની પોળ સારંગપુર ઘરનં.૧૪૦૧ અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે પાકા કામના કેદી નં.૬/૮૯૮૭ થી સજા ભોગવી રહલે અને મજકુર કેદીની તા-૨૦/૦૬/૨૦૦૫ થી તા-૦૫/૦૭/૨૦૦૫ સધી ફલો રજા મજુર કરેલ ત્યારબાદ મજકુર કેદી ફલો રજા પુરી થયેથી સજા ભોગવા માટે મધ્યસ્થ જેલ અમદાવાદ ખાતે હાજર થયેલ ન હોય અને પાકા કામનો કેદી પરત મધ્યસ્થ જેલ અમદાવાદ ખાતે હાજર નહી થઈ ફરાર થઈ ગયેલ હોય જેને ઝડપી પાડી તેના વિરુધ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.આમ આજીવન કેદની સજા પડેલ અને છેલ્લા ૧૯ વર્ષથી પેરોલ જમ્પના નાસતા-ફરતા આરોપીને પકડવા ઇડર પોલીસને વધુ એક સફળતા મળેલ છે.

સારી કામગીરી કરનાર ટીમ-

સી.જી.રાઠોડ પોલીસ ઇન્સપેકટર ઇડર અ.હે.કો મુકેશકુમાર વાલજીભાઈ બ.નં.૪૭

અ.પો.કો.નીકુલસીંહ મહેન્દ્રસિંહ બ.નં-૧૨૦૫

પો.કોન્સ દીપકસિંહ ભીખુસીંહ બ.નં-૦૭૬૩

પો.કો.કલ્પેશકુમાર ગોવિંદભાઈ બ.નં.૧૦૪

પો.કો.જયદિપસિંહ નરેન્દ્રસિહ બ.નં.૩૪૨

✒️રિપોર્ટર હસન અલી સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.