વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરેએ સર્વધર્મ પ્રાર્થના સભામાં ભાગ લીધો હતો. આચાર્ય લોકેશજીએ જૈન પ્રાર્થના અને મહાવીર વાણી રજૂ કરી હતી. ભગવાન મહાવીરનાં અહિંસા દર્શનથી વિશ્વ શાંતિ શક્ય છે. - આચાર્ય લોકેશજી - At This Time

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરેએ સર્વધર્મ પ્રાર્થના સભામાં ભાગ લીધો હતો. આચાર્ય લોકેશજીએ જૈન પ્રાર્થના અને મહાવીર વાણી રજૂ કરી હતી. ભગવાન મહાવીરનાં અહિંસા દર્શનથી વિશ્વ શાંતિ શક્ય છે. – આચાર્ય લોકેશજી


વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરેએ સર્વધર્મ પ્રાર્થના સભામાં ભાગ લીધો હતો.

આચાર્ય લોકેશજીએ જૈન પ્રાર્થના અને મહાવીર વાણી રજૂ કરી હતી.

ભગવાન મહાવીરનાં અહિંસા દર્શનથી વિશ્વ શાંતિ શક્ય છે. - આચાર્ય લોકેશજી

‘અહિંસા વિશ્વ ભારતી’ અને ‘વિશ્વ શાંતિ કેન્દ્ર’ના સ્થાપક પ્રસિદ્ધ જૈનાચાર્ય ડો. લોકેશજીએ મહાત્મા ગાંધીજીની 76મી પુણ્યતિથિ નિમિત્તે સર્વ ધર્મ પ્રાર્થના સભા દરમિયાન જૈન પ્રાર્થના રજૂ કરીને ભગવાન મહાવીરનાં અહિંસા, અનેકાંત અને અપરિગ્રહના સિદ્ધાંતોને જીવંત કર્યા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરેએ ગાંધી સ્મારક પર આયોજિત સર્વધર્મ પ્રાર્થના દરમિયાન રાષ્ટ્રપિતાને ભાવુક શ્રદ્ધાંજલિ આપી હતી. આ પ્રસંગે સ્મૃતિ અને દર્શન સમિતિના ઉપાધ્યક્ષ વિજય ગોયલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
ભગવાન મહાવીરના શબ્દોનો ઉલ્લેખ કરતાં આચાર્ય લોકેશજીએ કહ્યું કે, “અહિંસાનો સિદ્ધાંત કહે છે કે હિંસા પ્રતિશોધને જન્મ આપે છે. યુદ્ધ, હિંસા અને આતંકવાદ કોઈ સમસ્યાનો ઉકેલ નથી. દરેક સમસ્યાનો ઉકેલ વાતચીત દ્વારા જ લાવી શકાય છે. અનેકાંત દર્શન કહે છે કે આપણે આપણા જેવા બીજાના અસ્તિત્વ અને વિચારોને માન આપતા શીખવું જોઈએ. અપરિગ્રહ સિદ્ધાંત કહે છે કે જો તમારો ભાઈ ભૂખ્યો સૂતો હોય અને તમે સારું ખાઓ તો તમે મોક્ષના હકદાર નથી. તેમણે કહ્યું કે ભગવાન મહાવીરના સિદ્ધાંતોને આપણા જીવનમાં અમલમાં મૂકીને આપણે સ્વસ્થ સમાજનું નિર્માણ કરી શકીએ છીએ.
આ પ્રસંગે આચાર્ય લોકેશજીએ નવકાર મહામંત્ર, મંગલ પાઠ અને ક્ષમાપન સૂત્રનું ગાન કર્યું હતું. આ પ્રસંગે બૌદ્ધ, ખ્રિસ્તી, પારસી, બહાઈ, યહૂદી, મુસ્લિમની સાથે કુરાન શરીફનું પઠન, ગુરુ ગ્રંથ સાહિબનું પઠન, શબદ કીર્તન અને ગીતા પઠન કરવામાં આવ્યું હતું. જાણીતા ગાયિકા સાધના સરગમ દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને ભક્તિ સંગીત શ્રદ્ધાંજલિ અપર્ણ કરાઈ હતી.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.