બાલાસિનોર મુસ્લિમ બિરાદરો દ્વારા ઇદે મિલાદની આન બાન શાનથી શાંતિ પૂવર્ક ઉજવણી કરવામાં આવી .
મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકામાં ઇદે મિલાદ તહેવાર નિમિત્તે હજરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ ના જન્મ દિવસ નિમિત્તે બાલાસિનોર મુસ્લિમ બિરાદરો દ્વારા જુલૂસ કાઢી આન બાન-શાનથી ઉત્સાહભેર રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઇદે મિલાદ નિમિત્તે વ્હેલી સવારથી જ બાલાસિનોર નગરના સવારે ૮-૦૦ થી અંજુમનચોક માંથી નીકળી વિજય ટોકીઝ, હેદરીચોક, થઈ ખાટકીવાડ, વ્હોરવાડ, જુની સ્ટેટબેંક, રાજપુરી દરવાજા, ગરીબનવાજ સોસાયટી થઈ પરત લુઘરવાડા, કિરકીટવાળ, નિશાળચોક, મોચીવાડા, અંજુમનચોક થી ભાવસારવાડા, તળાવ દરવાજા, પુરા મહોલ્લા, દરબારગઢ, થઈ હુસેનીચોક, જુમ્મા મસ્જીદ, કસ્બામહોલ્લા, પઠાણવાડા, કસાઈવાડા, તાલુકા પંચાયત રોડ, કાલુપુર, મુલ્લાવાડા, થઈ બપોરે ૧-૩૦ ક્લાકે પરત અંજુમનચોકમાં મુકવામાં આવે છે. વિવિધ માર્ગો ઉપર જુલૂસ કાઢવામાં આવ્યુ હતું અલ્લાહની બારગાહમાં દુવાઓ કરવામાં આવી હતી .
તેમજ મુસ્લિમ બિરાદરોએ ઇદે મિલાદ તહેવાર નિમિત્તે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તેમજ મહીસાગર જિલ્લાના તથા બાલાસિનોર તાલુકાના તમામ વહીવટી અઘિકારીઓ તથા સ્ટાફ તેમજ હિન્દુ , મુસ્લિમ ભાઈઓ બહેનો ને ઇદે મિલાદ તહેવાર નિમિત્તે દિલ થી શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.