વાયરથી ગળેટૂંપો દઈ મોતને ઘાટ ઉતાર્યો, હાથ-પગ બાંધીને પેટ્રોલ છાંટી સળગાવ્યો; એક સગીર સહિત 3ની ધરપકડ
રાજકોટના આજીડેમ પાસે સાંઈબાબા સર્કલથી સ્વાતિ પાર્ક જવાના રસ્તા પરથી 30 વર્ષીય યુવાનને જીવતો સળગાવી હત્યા કરેલી લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. આ બનાવની જાણ થતાં આજીડેમ પોલીસ સ્ટાફ, ક્રાઇમ બ્રાન્ચ અને SOG સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરતાં મૃતક સંતકબીર રોડ પર ભગીરથ સોસાયટી-3માં રહેતાં વિપુલ વશરામભાઈ ક્યાડા (ઉ.વ.35) હોવાનું સામે આવ્યું હતું. ત્યારે હત્યાના ગુનામાં રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે બે સગા ભાઈ અને એક સગીર સહિત 3 આરોપીની ધરપકડ કરી છે. જેમાં પોલીસે શામળભાઈ ઉર્ફે વિરમભાઈ વકાતર અને મેહુલ ઉર્ફે હકો વકાતર તેમજ એક સગીરને ઝડપી પાડી ગણતરીની કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલ્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.