**દાહોદ કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રજાની મુખ્ય પ્રાથમિક સમસ્યાઓ ત્વરિતપણે દુર કરવા ન.પાલિકા ચીફ ઓફિસરની સમક્ષ ઉગ્ર રજૂઆત કરાઈ ** - At This Time

**દાહોદ કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રજાની મુખ્ય પ્રાથમિક સમસ્યાઓ ત્વરિતપણે દુર કરવા ન.પાલિકા ચીફ ઓફિસરની સમક્ષ ઉગ્ર રજૂઆત કરાઈ **


**દાહોદ કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરમા પ્રજાને મુખ્ય પ્રાથમિક સમસ્યાઓ બાબતે કોગ્રેસ સમિતિએ ન.પાલિકા ચીફ ઓફિસરને સમક્ષ ઉગ્ર રજૂઆત કરી **
તારીખ 20 /9 /2024ના ગુરૂવારના રોજ 12 કલાકે દાહોદ નગરપાલિકાના ચીફ ઓફિસર વાઘેલા સાહેબને દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા દાહોદ શહેર કોંગ્રેસ પ્રમુખ આસીફ સૈયદનીઆગેવાની હેઠળ દાહોદ શહેરની પ્રજાને લગતી વિવિધ પ્રાથમિક સમસ્યાઓને લઈને ઉગ્ર રજૂઆત કરાઈ હતી.દાહોદ શહેરના બિસ્માર રોડ રસ્તાઓ ત્વરિત ધોરણે નવીન આરસીસી બનાવવા તેમજ દાહોદ શહેરના લોકોને પાંચ દિવસે પાણી મળે છે એની જગ્યાએ દરરોજ સ્માર્ટ સિટી દાહોદના નાગરિકોને પાણી મળે તેમજ ગટર યોજના પણ સંપૂર્ણપણે નિષ્ફળ થયેલ છે તો દાહોદ શહેરની જનતાને તાત્કાલિક ધોરણે પડતી અસુવિધાઓ ને લઈને ધારદાર રજૂઆત કરવામાં આવી, આ રજૂઆતમાં દાહોદ જીલ્લા કોંગ્રેસના પ્રમુખ હર્ષદભાઈ નીનામા, રાજુભાઈ ભુરીયા, અનિલભાઈ પરમાર , રીલકે ક્રિશ્ચન,એડવોકેટ વ્રજ શાહ, રજનીકાંત વાઘકાકા ,યાસીન ચાંદા, સુરેશભાઈ રામચંદાની, ઇમરાન સૈયદ ,એડવોકેટ રહિમા અંસારી,મહેબૂબભાઈ મલેક અશફાકભાઈ કુરેશી તેમજ આપ પાર્ટીના નેતા હાર્દિકભાઈ, શહેર પ્રમુખ મનોજભાઈ,ઇસ્માઈલભાઈ વગેરે હોદ્દેદારો હાજર રહ્યા તેમજ લોકોની મુખ્ય પ્રાથમિક સુવિધાઓ ત્વરિત પુર્ણ પાડવામા આવે તેવી ઉગ્ર રજૂઆત કરાઈ હતી..


8160223689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.