બાલાસિનોર મામલતદાર કચેરીમાં નોંધો મંજૂર કરાવવાના નામે ચાલતો ભ્રષ્ટાચાર
વેચાણ દસ્તાવેજની એન્ટ્રી નામંજૂર કરાતા મુખ્યમંત્રી અને મહેસૂલ મંત્રીને લેખિત રજૂઆત
બાલાસિનોર મામલતદારકચેરીમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર સર્કલ દ્વારા વેચાણ દસ્તાવેજની પાકી એન્ટી મંજૂર કરવા માટે મહિલા અરજદાર પાસે રૂ. ૧૭,૦૦૦ માગ્યા હોવાના આક્ષેપ સાથે મુખ્યમંત્રી અને મહેસૂલ મંત્રી અને લોંચ રૂશ્વત વિરોધી બ્યુરોને લેખિતમાં જાણ કરાઈ છે.
બાલાસિનોર મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર સર્કલ તરીકે ફરજ બજાવતા સંજય ખરાડી પર બાલાસિનોર તાલુકાના વડદલા ગામની સીમમાં આવેલ બીનખેતી જમીન સર્વે નંબર ૧૨૯૪ પૈકી પ્લોટ નંબર ૩૯ - ૨૨૦ ચો.મી. તથા વરાળે પડતો કોમન પ્લોટ ૩૬.૩૦ ચો.
રોડની જમીન ૮૪૯૧ચો.મી જમીન અરજદાર દ્વારા તા ૨૯/૧૨/૨૦૧૪માં રજિસ્ટર
વેચાણ દસ્તાવેજથી વેચાણ રાખ્યો
હતો. જે પ્લોટની પાકી એન્ટ્રી જેતે
વખતે મંજૂર કરાઈ હતી. મહિલા અરજદારે આ જ પ્લોટ જિસ્ટર વેચાણ દસ્તાવેજથી વણઝારા માંગીલાલને ૨૨૦૪૨૦૨૨ના રોજ આપ્યો હતો. જે દસ્તાવેજની પાકી એન્ટી મંજૂર કરવા માટે નાયબ મામલતદાર સર્કલ સંજય ખરાડીએ રૂ. ૧૭ હજાર માગ્યા હતા. જો કે અરજદાર ગીતાબેન પ્રહ્લચંદ્ર પટેલે તે રૂપિયા ન આપતા એન્ટ્રી નામંજૂર કરાતા મહિલાએ CM ભૂપેન્દ્ર પટેલ, મહેસૂલ મંત્રી કાર્યન્ત ત્રિવેદી અને લાંચ રૂક્ષ્મત વિરોધી બ્યુરોને લેખિત જાણ કરી છે.
મારા પર કરેલા આક્ષેપો ખોટા છે : નાયબ મામલતઘર
આ બાબતે નાયબ મામલતદાર સર્કલ સંજય ખરાડીએ જણાવ્યું હતું કે વડદલા સૌમનો બીનખેતી જમીનનો સર્વે ન૧૨૯૪ પૈકી પેલોટ નંબર ૩૯ની રર૦ ચો.મી. જમીનના વેચાણ દસ્તાવેજ સાથે કોમન પ્લોટ, રસ્તાના માજીનનો રજિસ્ટર વેચાણ દસ્તાવેજ થયો હોવાથી તથા અરજદારે આ નોંધ સાથે કોમન પ્લોટનો લે-આઉટ નકશો રજ કર્યો ન હોવાથી નોંધ નામંજૂર કરાઈ છે. આ નોઝ રિવિઝનને પાત્ર છે. અરજદાર પ્રાત કચેરીમાં અપીલ કરી શકે છે. મેં કોઈ રૂપિયાની માગ કરી નથી. મારી ઉપર કરેલા આક્ષેપો ખોટા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.