સણોસરા રામકથામાં મંત્રી પ્રફુલ્લ પાનશેરિયા અને ધારાસભ્ય ભીખાભાઈ બારૈયાની ઉપસ્થિતિ - At This Time

સણોસરા રામકથામાં મંત્રી પ્રફુલ્લ પાનશેરિયા અને ધારાસભ્ય ભીખાભાઈ બારૈયાની ઉપસ્થિતિ


ભાવનગર જિલ્લામાં આવેલી લોકભારતી સણોસરા ખાતે હાલ મોરારિબાપુના વ્યાસાસને ચાલતી રામકથામાં રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયા સાથે પાલીતાણાના ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા ની સાથે સણોસરા ગ્રામ પંચાયતના સરપંચ હીરાભાઈ સાંબડ સહિતના જોડાયા હતા મંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયા એ કહ્યું હતું કે સરકારની નવી શિક્ષણ પ્રણાલીમાં સમાવિષ્ટ બાબતો લોકભારતીની પરંપરા છે મંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયાએ મોરારિબાપુ દ્વારા રામકથાના માધ્યમથી સંસ્કૃતિ અને સંસ્કાર પહોંચાડવાની યાત્રાને વંદના કરી જણાવ્યું કે,વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ સાથે રાષ્ટ્રમાં નવી શિક્ષણ પ્રણાલી આવી છે જેમાનું કાર્ય લોકભારતીમાં થઈ રહ્યું છે સંસ્થાના સ્થાપકોના પુણ્ય સ્મરણ સાથે પ્રકૃતિ અને જન જન સુધી જોડાયેલ ગાંધી મૂલ્યો સાથેના સર્વોદય વિચારની બુનિયાદી શિક્ષણ દ્વારા રાષ્ટ્રવાદ અને રામનો સુયોગ રહ્યાનો ભાવ વ્યક્ત કર્યો
લોકભારતીના વડા અરુણભાઈ દવે સાથે રાજેન્દ્રભાઈ ખીમાણી તથા વિશાલભાઈ ભાદાણીએ શિક્ષણ મંત્રીને અહીંની પ્રાસંગિક વિગતો આપી હતી

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા


+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.