ગુજરાત ભરમાં પત્રકાર એકતા પરિષદ દ્વારા આક્રોશ પત્ર કલેક્ટરને રજૂ કર્યો.. બોટાદમાં પણ પત્રકાર એકતા પરિષદ દ્વારા કલેકટરશ્રીને આવેદનપત્ર આપ્યું.! - At This Time

ગુજરાત ભરમાં પત્રકાર એકતા પરિષદ દ્વારા આક્રોશ પત્ર કલેક્ટરને રજૂ કર્યો.. બોટાદમાં પણ પત્રકાર એકતા પરિષદ દ્વારા કલેકટરશ્રીને આવેદનપત્ર આપ્યું.!


પત્રકારત્વ એ લોકશાહીનો પાયો છે, સમાજનો અરીસો છે. પત્રકારિતા લોકોના પ્રશ્નોને વાચા આપી વાસ્તવિકતા થી સરકારી વિભાગ અને પદ અધિકારીઓને અવગત કરે છે ત્યારે સુરતમાં થોડા દિવસો પહેલા ગેરકાયદેસર બાંધકામ અંગે માહિતી માંગનાર આરટીઆઇ એક્ટિવિસ્ટ અને પત્રકાર વિરુદ્ધ ફરિયાદો દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી છે. ખરેખર ગુનેગાર પત્રકારોને પત્રકાર એકતા પરિષદ ક્યારેય મદદ કરતું નથી. પરંતુ સત્તાનો દુરુપયોગ કરી ખોટી ફરિયાદો કરી અને સમાજમાં બદનામ કરવાના ઇરાદે અધિકારી કર્મચારીનો સત્તાનો દુરૂપયોગ લોકશાહીનું હનન છે. જે ભૂતકાળમાં થયું છે ત્યારે ગુજરાત પત્રકાર એકતા પરિષદે આગળ આવવું પડ્યું છે.

પત્રકાર એ સ્વમાની અને ખુદ્દાર વ્યક્તિત્વ છે, ગુજરાત ભરના હજારો પત્રકારો પોતાનું સમાચાર માધ્યમ ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે. ત્યારે પત્રકારોએ તોડબાજ છે, તેવા શબ્દોનો ઉપયોગ કરી ગુજરાતના ગૃહ મંત્રી દ્વારા તમામ પત્રકારોને એક હરોળમાં મૂકી પત્રકારત્વનું અપમાન કર્યું છે.ત્યારે આજ પત્રકાર એકતા પરિષદ દ્વારા ગુજરાતના તમામ જિલ્લાઓમાં કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવી આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. પત્રકાર એ સોફ્ટ ટાર્ગેટ છે પત્રકારોએ બનાવેલા સમાચારથી સ્થાપિત હિતો ને નુકસાન થતું હોય ત્યારે એન કેમ પ્રકારે પત્રકાર પર ખોટી કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ જે સમાચાર પ્રસિદ્ધ થયા છે તે ગેરકાયદેસર કામગીરી પર ક્યારેય ફરિયાદ કાર્યવાહી કે તવાઈ લાવવામાં આવતી નથી. ત્યારે પત્રકાર વિરોધી માનસિકતા વાળા પાસે સત્તાનો દુરુપયોગ કરાવવામાં આવે છે તે બંધ થાય અને ગુજરાતના મંત્રીશ્રી દ્વારા પત્રકારોને બેઇજ્જત,અપમાનિત કરવાનું બંધ કરવામાં આવે તેવી માંગ સાથે બોટાદ જિલ્લાના પત્રકારો દ્વારા કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.!


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image