શ્રી હિંમત હાઇસ્કુલ, હિંમતનગર ખાતે શિક્ષક દિન ભારે ઉત્સાહપૂર્વક યોજાયો.... - At This Time

શ્રી હિંમત હાઇસ્કુલ, હિંમતનગર ખાતે શિક્ષક દિન ભારે ઉત્સાહપૂર્વક યોજાયો….


શ્રી હિંમત હાઇસ્કુલ, હિંમતનગર ખાતે શિક્ષક દિન ભારે ઉત્સાહપૂર્વક યોજાયો....
શ્રી હિંમત હાઇસ્કુલ, હિંમતનગરમાં પાંચમી સપ્ટેમ્બર ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવ્યો. શાળાના 130 જેટલા વિદ્યાર્થીઓએ આચાર્ય, સુપરવાઇઝર, શિક્ષક, ક્લાર્ક, અને સેવક જેવા વિવિધ હોદ્દા પર ફરજ બજાવી.શાળાના આચાર્યશ્રી સુરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં બનેલી કમિટીએ સુચારું આયોજન કરી કાર્યક્રમને સફળ બનાવ્યો. માધ્યમિક વિભાગના વિજેતા વિદ્યાર્થીઓના નામ અનુક્રમે ગોસ્વામી નીતુ, પ્રણામી નસીબ, સોલંકી દીપક, અને ઉ.મા. વિભાગમાં સાયન્સ વિભાગમાં રાઠોડ પંક્તિ, ડોડીયા જીયા, કોમર્સ વિભાગમાં ગોસ્વામી ભાવિક, મકવાણા નિકિતા, આર્ટસ વિભાગમાં ચેનવા રિયા, અને ઝાલા રૂચા હતા. નિર્ણાયક તરીકે શ્રી બી.એ.નીનામા, શ્રીમતી એ.ડી.પટેલ, શ્રી વાય.આઈ.જોષી, શ્રીમતી એસ.એમ.પટેલ, શ્રી બી.પી. પટેલ, શ્રી વાય.એ.પટેલ, શ્રી ધ્રુમિલભાઈ પટેલ, શ્રી બી.એસ.તબિયાર, શ્રી એચ. એલ.ભરવાડે સેવાઓ આપી હતી. વિજેતા શિક્ષકોને પ્રોત્સાહક ઇનામો આપી સન્માનિત કરાયા હતા.
આજના આ સ્વશાસન દિનના કાર્યક્રમમાં 12 સાયન્સના વિદ્યાર્થી મીત રાજપુરોહિતે આચાર્ય તરીકે તેમજ જીયા, રાજ, અક્ષરા અને ક્રિશએ સુપરવાઇઝર તરીકેની ફરજો બજાવી હતી.
વિવિધ વક્તાઓએ પોતાના વ્યાખ્યાનમાં શિક્ષક અને ડો. રાધાકૃષ્ણનના વ્યક્તિત્વથી વાકેફ કરી મહત્વ સમજાવ્યું હતું. સમાપનમાં સમગ્ર કાર્યક્રમનું સંચાલન અંશિકા અને નૈયાએ કરી સમાપન સમારોહને સફળ બનાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શ્રી ડી.પી.ભટ્ટ, શ્રી સી.આર.પટેલ, શ્રી એમ.એસ. પ્રજાપતિ, શ્રી પી.જે.મહેતા, શ્રી કે.આર. પ્રજાપતિ, શ્રીમતી એચ.ડી. પટેલ, શ્રીમતી જી .એમ. ભારવા અને શ્રીમતી સ્વાતિબેન આહીરે ભારે જહેમત ઉઠાવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.