નેસડી સોજીત્રા પરિવાર નું ૨૫૦ વર્ષ પૂર્વે રૂપાનું ગાડું. શ્રમ થી સમૃદ્ધ થયેલ સોજીત્રા પરિવાર નો રૂપા નો રેકડો ઇતિહાસ ના પાને નોંધાયો
નેસડી સોજીત્રા પરિવાર નું ૨૫૦ વર્ષ પૂર્વે રૂપાનું ગાડું. શ્રમ થી સમૃદ્ધ થયેલ સોજીત્રા પરિવાર નો રૂપા નો રેકડો ઇતિહાસ ના પાને નોંધાયો
નેસડી સોજીત્રા પરિવાર નું ૨૫૦ વર્ષ પૂર્વે રૂપાનું ગાડું
નેસડીમાં ૨૫૦ વરસ પહેલાં સોજીત્રા કુટુંબ જોરમાં હતાં. તે વખતે ખુમાણ કાઠીઓનું જોર હતું. ગાડાં કે ગાડીઓ કોઈ પાસે હતાં જ નહિ ઉચાળા ભરવા માટે વાંસના ચામડાથી મઢેલા મોટા સુંડલા રાખતા અને બીજે વસવા જવું હોય ત્યારે સાતીના ઘીંસરા ઉપર આ સુંડલામાં ઉચાળા ભરી રાખી દેતા. નેસડીમાં સોજીત્રા ભાઈઓએ પહેલ વહેલું ગાડું કરાવ્યું. ગાડામાં પાટી અને ફૂંદડા રૂપાના કરાવ્યાં. આ ગાડું સારા પ્રસંગે હાંકવામાં આવતું, અને જાનમાં લઈ જતા ત્યારે માણસો જોવા આવતા. ગાડાને લુગડાંમાં વીંટાળી રાખતા. કહેવાય છે કે; પટેલ પાસે બે જોરાવર બળદ હતા. તેનું નામ હીપો અને ઉડ એવાં રાખ્યાં હતાં. આ નામો રાખવાનું કારણ એ હતું કે તે વખતે એ નામના બે બારવટીયા બહુ જોરાવર હતા, એટલે તેનાં નામ બળદને આપ્યાં હતાં. આ રીતના વર્તનની ખબર તે બારવટીઆઓને પડતાં તેણે દરબારને જાસો મોકલ્યો કે તમારા ગામમાંથી પટેલને કાઢી મુકો, નહિં તો અમે ગામ ભાંગશું. દરબારે પટેલને બોલાવી તેને બીજે ગામ જતા રહેવા કહ્યું તે ઉપરથી ગાડા પર પટારો અને સામાન નાખી બંને બળદ જોડયા અને ગાડું ગામ બહાર નીકળ્યું કે તુરત બહારવટિયા પાછળ આવતા પટેલે બળદ હાંકી મુખ્ય એટલું જ નહિ પણ પાછળના બારવટીઆઓને પડકારીને કહ્યું કે આવી જાવ સત્તા હોય તો. બળદો એવા જોરથી ઉપડયા કે થોડી વારમાં સામેના ગામમાં દાખલ થઈ ગયા. બારવટીયા નિરાશ થઈ પાદર બેઠા. ગાડું ગામમાં મૂકી આવ્યા પછી પટેલે પાદર આવી બારવટીયાઓને રામ રામ કરી જણાવ્યું કે આપને ખોટું લાગ્યું છે, પણ આ બળદો તમારા નામને શોભાવે તેવા છે કે નહિ ? તમારી અપકીર્તિ માટે નહિ પણ તમારી નામના માટે એવાં નામ પાડયાં છે, અને તે વાજબી જ છે. આ જવાબથી તેઓ ખુશી થયા, અને સાથે કસુંબા પીધા શ્રમ કરી સમૃદ્ધ થયેલ સોજીત્રા નો રૂપા રેકડો ઇતિહાસ ના પાને નોંધાયો
સૌજન્ય સૌરાષ્ટ્ર પાટીદાર ઇતિહાસ
સંપાદક નટવરલાલ જે ભાતિયા દામનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.