પરીક્ષાના ઇન્ટરવ્યૂ માટે માર્ગદર્શન તાલીમ શિબિરનું આયોજન
પરીક્ષાના ઇન્ટરવ્યૂ માટે માર્ગદર્શન તાલીમ શિબિરનું આયોજન
બોટાદના યુવાનો માટે સરકારી/બિન સરકારી સંસ્થાઓ દ્વારા લેવાતી પરીક્ષાઓના ઈન્ટરવ્યુ માટે માર્ગદર્શન તાલીમ શિબિરનું આયોજન
૨૦થી ૪૦ વર્ષની વય મર્યાદા ધરાવતા યુવક-યુવતીઓ ૩૧ જુલાઈ સુધી અરજી કરી શકશે
રાજ્યના યુવક-યુવતીઓ આત્મવિશ્વાસ સાથે સરકારી/બિન સરકારી સંસ્થાઓ દ્રારા લેવામાં આવતી પરીક્ષા માટેના ઈન્ટરવ્યુ આપી શકે તે હેતુથી પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ પ્રાદેશિક ઈન્ટરવ્યુ માર્ગદર્શન તાલીમ શિબિરનું આયોજન ઓગષ્ટ મહિનામાં હાથ ધરવામાં આવશે.
રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હેઠળ કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી રાજકોટના ઉપક્રમે આ શિબિરનું આયોજન થશે. જેમા ભાગ લેવા માંગતા ૨૦થી ૪૦ વર્ષની વય મર્યાદા ધરાવતા યુવક-યુવતીઓએ નીચે જણાવેલ વિગતો સાથે સ્વહસ્તલિખિત અરજી તા. ૩૧ જુલાઈ સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, રાજકોટને મોકલી આપવાની રહેશે.
અરજદારે અરજીમાં નામ અને સરનામું, સંપર્ક નંબર, જન્મનું પ્રમાણપત્ર, રોજગાર વિનિમય કચેરીમાં નોંધણીની વિગતો, તાજેતરનો પાસપોર્ટ સાઈઝ ફોટો, આધારકાર્ડની નકલ સહિતના દસ્તાવેજો સામેલ કરી અરજી મોકવાની રહેશે તેવું જિલ્લા વિકાસ અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
રિપોર્ટ નિકુંજ ચૌહાણ ૭૫૭૫૮૬૩૨૩૨
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.