ભેસાણ તાલુકાના ચુડા ગામે થેલીસીમિયા ગ્રસ્ત બાળકી વૃંદા બેન જીતેન્દ્રભાઈ કોરાટ માટે ગ્રામ જનો દ્વારા એક બ્લડ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું - At This Time

ભેસાણ તાલુકાના ચુડા ગામે થેલીસીમિયા ગ્રસ્ત બાળકી વૃંદા બેન જીતેન્દ્રભાઈ કોરાટ માટે ગ્રામ જનો દ્વારા એક બ્લડ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું


ભેસાણ તાલુકાના ચુડા ગામે થેલીસીમિયા ગ્રસ્ત બાળકી વૃંદા બેન જીતેન્દ્રભાઈ કોરાટ માટે ગ્રામ જનો દ્વારા એક બ્લડ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યુંભેસાણ તાલુકાના ચુડા ગામે સાત વર્ષની બાળકી વૃંદા કે જેઓ છ મહિનાની ઉંમરથી થેલીસીમિયા નો રોગ થી પોઝિટિવ છે અને તેને 20 થી 25 દિવસના સમયગાળામાં બ્લડ ચઢાવવામાં આવતું હોય ફૂલ જેવી બાળકી વૃંદા ના પપ્પા છેલ્લા સાત વર્ષથી આના માટે સંઘર્ષ કરી રહ્યા છે અને અમારી ન્યૂઝ ચેનલની મુલાકાત દરમિયાન તેઓએ જણાવ્યું હતું કે અમારે બાળકી માટે વારમ વાર બ્લડ ની જરૂર હોય જેને લઇ અમે પણ અવારનવાર રક્તદાન કેમ્પોમાં અમારા ગામની અંદર અને બહાર પણ ભાગ લીધો છે અને રક્તદાન કર્યું છે આમ છતાં જ્યારે અમારે જરૂરિયાત ઊભી થાય છે ત્યારે રક્તદાતાઓને સાથે લઈ જવા પડે છે અને બ્લડ ની બોટલ ત્રણ થી ચાર હજાર રૂપિયાની મોટી કિંમત ચૂકવવી પડે છે છેલ્લે કોરોના કાળ પછી એમાં પણ ખૂબ જ મુશ્કેલી પડતી હોવાથી જીતેન્દ્ર ભાઈને બ્લડ માટે ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડેછે આવી જાણ શ્રી ડોળેશ્વર ગૌશાળા ગ્રુપ ને થતા નવકાર ઈંગ્લીશ સ્કૂલ ના આચાર્ય રાજુ સાહેબ અને ગોપાલભાઈ કથીરિયા ચુડા ગામ ના સરપંચ ઉદયભાઇ ગોંડલીયા અને ડોળેશ્વર ગૌસેવા ગ્રુપના તમામ યુવાનો સાથે મળીને જેતપુર ખાતે નાથાણી ચેરીટેબલ ટ્રસ્ટ ની મુલાકાત કરી દેવ લાઈફ બ્લડ બેન્ક દ્વારા મહા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ સુંદર મજાનું આયોજન બજરંગ ફોલમીલ વલ્લભભાઈ ગજેરા ને ત્યાં કરવામાં આવ્યુહતુ આમ તો ગામડાઓ અને શહેરોમાં અવારનવાર બ્લડ ડોનેશન કેમ્પ થતા હોય છે પણ આ બ્લડ કેમ્પ ડાયરેક્ટ દીકરી વૃંદા માટે કેમ કરવામાં આવ્યો હતો તેની જાણ થતા ગામના અને મહેમાનો સૌએ હોશે હોશે બ્લડ ડોનેટ કર્યું હતું અને ઘણી મહિલાઓએ પણ બ્લડ ડોનેટ કર્યું હતું આમ જોઈએ તો અત્યારના સમયમાં થેલેસેમિયા અને કિડની ના પેશન્ટો માટે બ્લડની ખૂબ જ જરૂરિયાત ઊભી થતી હોય છે આ તકે શ્રી ડોળેશ્વર ગૌશાળા ગ્રુપના યુવાનો એ જણાવ્યું હતું કે વૃંદાની જેમ ગામના કોઈ પણ વ્યક્તિને જ્યારે પણ આવી જરૂરિયાત ઊભી થાય તો અમે વર્ષમાં બે બ્લડ ડોનેશન કેમ્પ રાખીશું જેથી કરીને ગામના કોઈપણ પેશન્ટને બ્લડ માટે હાલાકી નો સામનો ના કરવો પડે અને આ ભગીરથ કાર્ય દરમિયાન જે લોકોએ ખૂબ જ સાથ સહકાર આપીને આ કાર્ય ને સફળતા અપાવી છે તેમને દેવ લાઈફ બ્લડ બેન્ક અને પ્રવીણભાઈ ગજેરા બજરંગ ફોલમીલ ને ખૂબ જ સરસ વ્યવસ્થા પૂરી પાડવા બદલ વૃંદાના પપ્પા જીતેન્દ્રભાઈ કોરાટ અને તેમના પરિવાર દ્વારા ખૂબ જ ભાવુકતાથી આભાર વ્યક્ત કર્યો હતો.
...... રિપોર્ટ. બાય કાસમ હોથી ભેસાણ... મો.9913465786


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.