રાજુલા મ ફકત આઠ કલાક માં તંત્ર દ્વારા કરવામાં આવી કામગીરી... - At This Time

રાજુલા મ ફકત આઠ કલાક માં તંત્ર દ્વારા કરવામાં આવી કામગીરી…


ફકત આઠ કલાક માં તંત્ર દ્વારા કરવામાં આવી કામગીરી...

રાજુલા શહેરમાં જવાહર રોડ ઉપર જૂની મામલતદાર નજીક રાજુલા ધર્મશાળા ની પાછળના ભાગનું બિલ્ડીંગ એક વર્ષ પહેલા વાવાઝોડામાં અને આ બિલ્ડીંગ તૂટેલી હાલતમાં લટકતી હાલતમાં હોય ત્યારે આ જર્જરીત થયેલી બિલ્ડીંગ ના કારણે કોઈ આકસ્મિક ગંભીર ઘટના ન બને તે માટે રાજુલા ન્યૂઝ દ્વારા આજે એક અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવેલો રાજકોટ ગેમઝોનની ઘટના અને જાફરાબાદ બેંકની બિલ્ડીંગ પડવાની ધટના ધ્યાનમાં રાખીને આ અહેવાલ પ્રસિદ્ધ કરવા માં આવેલો આ સમાચાર પ્રસિદ્ધ થતા જ અમરેલી જિલ્લા કલેકટરને આ બાબત ધ્યાનમાં આવતા રાજુલા ડેપ્યુટી કલેકટરને આ બાબતે જાણ કરવામાં આવી રાજુલા ડેપ્યુટી કલેક્ટર દ્વારા રાજુલા મામલતદાર ને સૂચના આપવામાં આવતા રાજુલાના મામલતદાર દ્વારા આ સ્થળની મુલાકાત કરવામાં આવી અને આ સ્થળ જોતા જ તાત્કાલિક રાજુલાના નગરપાલિકાના ચીફ ઓફિસર ને સૂચના આપવામાં આવી અને ત્યારબાદ ચીફ ઓફિસર દ્વારા રાજુલા નગરપાલિકાની ટીમને આ બિલ્ડીંગને તૂટેલી હાલતમાં હોય તેને જર્જરીત વિભાગને તોડી પાડવાનું જણાવવામાં આવતા આજે બપોરના ત્રણ કલાકે રાજુલાની નગરપાલિકાની ટીમ દ્વારા આ જર્જરિત બિલ્ડીંગ નો તૂટેલો ભાગ હટાવવામાં આવ્યો ત્યારે આ વિસ્તારના વેપારીઓ દ્વારા તંત્ર દ્વારા ઝડપી કાર્યવાહી કરવામાં આવતા તંત્ર નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો આજની આ કામગીરીમાં જી. ઈ.બી ટીમ તેમજ રાજુલા નગરપાલિકાના એન્જિનિયર મયુરભાઈ વઘાસિયા મહેશભાઈ ભાવેશભાઈ શાહ જયભાઈ તેમજ જયદીપભાઇ ખુમાણ વજુભાઈ સહિત નગરપાલિકાની ટીમ આ કામગીરીમાં જોડાયેલી ..


9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.