મહીસાગર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ
હવામાન વિભાગ દ્વારા મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી.તેને લઈને મહીસાગર જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડુ રહ્યો છે.મહીસાગર જિલ્લાના લુણાવાડા, ખાનપુર.સંતરામપુર.વિરપુર.કડાણા સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. લુણાવાડામાં વહેલી સવારથી 8 વાગ્યા સુધી ચાર કલાકમાં સાડા પાંચ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદ વરસવાના કારણે જીલ્લાના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં.જયારે લુણાવાડા તાલુકાના જીવણજીના છાપોરા થી રાજગઢ જતા બાયપાસ રોડ તેમજ રામપુર થી દોલપૂરા જતા હીન્ધોલિયા પાસે કોતરમાં પાણી આવી જતા અવરજવર ખોરવાઈ હતી.જયારે લુણાવાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો તેવો વરસાદ પડતાં ખેડૂતોમાં પણ ખુશીનો નજારો જોવા મલ્યો હતો.
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે
