વિસાવદર પી.જી.વી. સી. એલ કંપનીની દરખાસ્ત રદ:યુવા ધારાશાસ્ત્રી કમલેશ જોશીની ધારદાર દલીલો - At This Time

વિસાવદર પી.જી.વી. સી. એલ કંપનીની દરખાસ્ત રદ:યુવા ધારાશાસ્ત્રી કમલેશ જોશીની ધારદાર દલીલો


વિસાવદર પી.જી.વી. સી. એલ કંપનીની દરખાસ્ત રદ:યુવા ધારાશાસ્ત્રી કમલેશ જોશીની ધારદાર દલીલોવિસાવદરતા.વિસાવદર તાલુકાના મોટી મોણપરી ગામના બેચરભાઈ હરિભાઈ કાનાણી સામે પી.જી.વી.સી.એલ. કંપનીના સબ ડિવિઝન નંબર (૨) દ્વારા રૂપિયા ૪,૯૭,૦૦૦/-જેવી રકમનું પાવરચોરીનું બિલ આપી દાવો કરવામાં આવેલ જે દાવો વીજ કંપનીની ફેવરમાં આવેલ ત્યારબાદ વીજ કંપની તરફથી આ રકમ વસુલ કરવા માટે એક દરખાસ્ત તેમના વકીલ મારફતે દાખલ કરવામાં આવેલ જે દરખાસ્ત પી.જી.વી. સી.એલ.ની બેદરકારીથી વિસાવદર કોર્ટ રદ કરેલ હતી ત્યારબાદ વિસાવદર કોર્ટમાં થોડા વર્ષો બાદ ફરીથી આજ વ્યક્તિ સામે નવી દરખાસ્ત વિસાવદર કોર્ટમાં રે.દી. દરખાસ્ત નંબર ૮/૨૧ થી ફરીથી દાખલ કરવામાં આવેલ જે દરખાસ્તના કામમાં પ્રતિવાદી બેચરભાઈ હરિભાઈ કાનાણી વતી વિસાવદર ના યુવા ધારાશસ્ત્રી કમલેશ જોશી રોકાયેલ હતા અને તેમના તરફથી સી.પી.સી.ની વિવિધ જોગવાઈઓ તથા સી.પી.સી.ઓર્ડર ૧૧ ની રેસજ્યુડીકેટાનો બાધ નડતો હોવાની અને દરખાસ્ત હુકમ થયા બાદ ૧૨ વર્ષમાં ગમે તેટલી વાર દાખલ કરી શકાય પરંતુ જ્યારે સેમ કોર્ટ દ્વારા પોતાનો ઓર્ડર કરી એક વખત દરખાસ્ત કાઢી નાખેલ હોય ત્યારે તે જ કોર્ટના હુકમ સામે અપીલ કે રિવિઝન કરી શકાય અથવા તો કાઢી નાખેલ દરખાસ્ત રિસ્ટોર કરી શકાય પરંતુ કાઢી નાખેલી દરખાસ્ત ફરીથી દાખલ કરી શકાય નહીં કરેલ હોય તો પણ તેની અમલવારી કરી શકાય નહીં તેમજ મૂળ હુકમ થયાના વર્ષો બાદ આવી દરખાસ્તની અમલવારી થઈ શકે નહિ તે અંગેની કાયદાની વિવિધ જોગવાઈઓ સાથેની રજુઆત કરતા વિસાવદરના સિવિલ જજશ્રી એસ.એસ. ત્રિવેદી સાહેબે વાદી પી.જી.વી.સી.એલ.ની દરખાસ્ત રદ કરેલ છે

રિપોર્ટ હરેશમહેતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.